AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સમયાંતરે ટ્રેક્ટરની જાળવણી
સલાહકાર લેખકૃષક જગત
સમયાંતરે ટ્રેક્ટરની જાળવણી
ટ્રેક્ટર ઘણા પ્રકારના નાના નાના ઉપકરણોથી બનેલું હોય છે જેનો સમયસર જાળવણી ન કરવામાં આવે તેના કામ પર અસર પડે છે, જેમ કે ટ્રેક્ટરની કાર્યક્ષમતા ઓછી થઈ જાય, વધુ બળતણની જરૂરિયાત પડે, ઓઇલનું લિકેજ થવું. તેથી, સમયાંતરે ટ્રેક્ટરની જાળવણી દેખરેખ મહત્વપૂર્ણ છે, કેટલીક ટીપ્સ નીચે મુજબ છે. દરરોજ (8-10 કલાક કામ કર્યા પછી) • એન્જિનમાં ઓઇલનું લેવલ તપાસો. એન્જિન ઠંડુ થયાના 15 મિનિટ પછી ઓઇલ નું લેવલ તપાસો. જો ઓછું જોવા મળે તો , તો યોગ્ય ગ્રેડનું એન્જિન ઓઇલ યોગ્ય માત્રા ફરીથી ભરવું જોઈએ.
• રેડિએટર માં પાણી તપાસો અને જો ઓછું જણાય તો તેને ફરીથી ભરો._x000D_ • એર ક્લીનર સાફ કરો અને ઓઇલ લેવલ તપાસો. જો તે ઓછું હોય તો તેને જરૂરી લેવલ સુધી ભરો. જો તે ઓઇલ ખરાબ થઈ ગયું હોય તો સાફ ઓઇલ ભરો._x000D_ _x000D_ સાપ્તાહિક (કામના 50-60 કલાક પછી )_x000D_ • દરરોજ જાળવણીનાં પગલાંનું પુનરાવર્તન કરો._x000D_ • ટાયરમાં હવાનું દબાણ તપાસો. જો દબાણ ઓછું હોય તો જરૂરી હવા ભરો._x000D_ • ઓઇલ ફિલ્ટર માં ભરાઈ રહેલ પાણીને નળી દ્વારા બહાર નીકળો._x000D_ • બેટરીના પાણીનું લેવલ તપાસો._x000D_ • ગિયર બોક્સમાં ઓઇલનું લેવલ તપાસો._x000D_ • ક્લચ શાફ્ટ અને બેરિંગ્સ, બ્રેક કંટ્રોલ, જ્યાં ગ્રીસ લગાવવાનું હોય ત્યાં સમયાંતરે ગ્રીસ લગાવો._x000D_ _x000D_ બે મહિના પછી (500 કલાક કામ કર્યા પછી)_x000D_ • ડીઝલ ફિલ્ટર ને બદલો._x000D_ • અધિકૃત ડીલર અથવા અનુભવી મિકેનિક દ્વારા ઇન્જેક્ટર અને ડીઝલ પંપની તપાસ કરાવો._x000D_ • વાલ્વનું નિરીક્ષણ કરવા માટે તમારા અધિકૃત ડીલર અથવા અનુભવી મિકેનિકનો સંપર્ક કરો._x000D_ • ડાયનામો અને સેલ્ફ-સ્ટાર્ટરની તપાસ કરો._x000D_ _x000D_ સંદર્ભ: કૃષિજગત_x000D_ ટ્રેક્ટર માટે આપેલ માહિતીને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો._x000D_ _x000D_
331
0
અન્ય લેખો