AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કીટ જીવન ચક્રએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
સફેદ માખીનું જીવન ચક્ર
સફેદ માખી વિવિધ પ્રકારના પાકને નુકસાન પહોંચાડે છે. બચ્ચા અને પુખ્ત છોડમાંથી રસ ચૂસી લે છે. આ પીળો વાયરસ રોગ ફેલાવે છે. આ જીવાતની અસરથી 50% સુધી નુકસાન થાય છે. જીવન ચક્ર ઇંડા: - માદા જીવાત પાનની નીચલી સપાટી પર મધ્ય નસની નજીક સીધી લાઈનમાં ઇંડા મૂકે છે. માદા જીવાત તેના જીવનકાળમાં 51-100 ઇંડા આપે છે. આ ઇંડા 7 થી 14 દિવસમાં ફૂટે છે. બચ્ચાં અવસ્થા:- બચ્ચા પાન પર ચોંટીને રસ ચૂસી પાકને નુકસાન પહોંચાડે છે. બચ્ચા તેમની ત્વચાને 3 વખત દૂર કરે છે. પ્યુપા : - બચ્ચાનો સંપૂર્ણ વિકાસ થયા પછી, તે શિયાળામાં 31 દિવસ અને ઉનાળામાં 11 દિવસમાં પ્યુપા માં ફેરવાય છે.કોષ અવસ્થા 7 દિવસની હોય છે. પુખ્ત : - પુખ્ત કીટ પ્યુપા થી નીકળીને થોડો સમય પછી મૈથુન કરે છે અને માદા બે દિવસ પછી ઇંડા મૂકવાનું શરૂ કરે છે. આ જીવાત 30 દિવસ સુધી જીવે છે. નિયંત્રણ: - સફેદ માખીના નિયંત્રણ માટે બેફેન્થ્રિન 10% ઇસી @ 800 મિલી 500 લિટર પાણી સાથે અથવા ડાયમેથોએટ 30% ઇસી @ 660 મિલી 750 લિટર પાણી, ડાયનોફેરોન 20% એસજી @ 125-150 ગ્રામ 500 લિટર પાણી સાથે ભેળવી પ્રતિ હેક્ટર છંટકાવ કરવો. નોંધ: દવાની માત્ર વિવિધ પાક અને પરિસ્થિતિ અનુસાર બદલાય છે. સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
108
0