AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સતત વરસાદને લીધે કપાસમાં દેખા દેતો 'પેરાવીલ્ટ' !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
સતત વરસાદને લીધે કપાસમાં દેખા દેતો 'પેરાવીલ્ટ' !
👉 સતત વરસાદ થવાથી અને ખેતરમાંથી ભરાયેલ પાણીનો નિકાલ થતો ન હોવાથી છોડ એકાએક ચીમળાઇ જતા જણાય છે અને છેવટે પાન-કળી-જીંડવા પણ ખરી પડતા હોય છે. છોડની દેહધાર્મિક ક્રિયામાં વિક્ષેપ પડવાથી બનતું હોય છે. 👉 ખેતર ઢાળવાળુ હોય તો ખેતરની એક બાજું પાણી ભરાઇ રહેવાથી ત્યાં સમશ્યા ઉભી થતી હોય છે. આ માટે પહેલા તો ભરાઇ રહેલ પાણીનો નિકાલ સત્વરે કરવો. 👉 કેટલાક ખેડૂતો પાણી નિતરી જાય પછી છોડની આજુબાજુ લોખંડના સળિયા વડે જમીનમાં કાણાં પાડી જમીનમાં હવાની અવરજવર વધારતા હોય છે. 👉 વધુમાં આવા સમયે યુરિયાનું 2 ટકા દ્રાવણ અને સાથે કાર્બેન્ડાઝિમ 50 ડબલ્યુપી પાવડર 10 ગ્રામ પ્રતિ 10 લી. પાણી પ્રમાણે ઓગાળી છોડની આજુબાજુ જમીનમાં ડ્રેંચીંગ કરવું. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ :એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
22
3
અન્ય લેખો