ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
સજીવ ખેતી માં કૃમિ (નેમાટોડ) વ્યવસ્થાપન !
👉 મોટાભાગના ઘાન્ય, શાકભાજી અને ફળફળાદી પાકો માં કૃમિ જમીનમાં રહી નુકસાન કરે છે.
👉 કૃમિ મૂળ ઉપર ગંડીકાઓ બનાવી તેમાંથી રસ ચૂંસે છે જેથી છોડને પુરતો ખોરાક મળતો નથી.
👉 કાળજી લેવામાં ન આવે તો છોડ અકાળે સુકાઇ જઇ નાશ પામે છે.
👉 આ કૃમિ જમીનમાં રહી નુકસાન કરવાથી 100 ટકા નિયંત્રણ કરવું અઘરુ બને છે.
👉 સામાન્યરીતે ગોરાડુ જમીનમાં ઉપદ્રવ વધારે રહેતો હોય છે.
👉 ગ્રીન હાઉસ/ ગ્લાસ હાઉસમાં એક વાર કૃમિ આવી ગઇ તો કાયમ માટે માથાનો દુખાવો રહે છે.
👉 હાલમાં કૃમિનાશક દવાઓ મળતી થઇ છે પણ તે સજીવ ખેતીમાં વાપરી શકાતી નથી.
👉 ધીરજ રાખી લાબાં ગાળાનું આયોજનબધ્ધ ઉપાય કરવાથી તેને કાબૂમાં રાખી શકાય છે.
👉 ઉનાળામાં ઉંડી ખેડ કરી જમીનને તપવા દેવી.
👉 ધરૂવાડીયામાં ઉનાળામાં સોઇલ સોલારાઈઝેશન કરવું. આ માટે ઉનાળામાં 25 માઇક્રોન ક્લીયર 100 ગેજની પ્લાસ્ટિક શીટ 15 દિવસ સુધી હવાચુસ્ત પાથરી રાખવી. પ્લાસ્ટીકની નીચે અસહ્ય તાપમાન પેદા થવાથી જમીનમાં રહેલા કૃમિ નાશ પામે છે.
👉 જમીનમાં વધારેમાં વધારે સેન્દ્રીય ખાતરો જેવા કે લીમડા, દિવેલા, રાયડો, જેટ્રોફા, પીલુડી, કરંજ, વગેરેના ડીઓઈલ ખાતરોનો ઉપયોગ કરવો.
👉 વર્મીકંમ્પોસ્ટ, સારું કહોવાયેલું છાણીયું, મરઘાંનું ખાતર, શેરડીની ફેક્ટરીનો પ્રેસમડ, સારૂ કંમ્પોસ્ટ વગેરેનો ઉપયોગ કરવો.
👉 બાયો પેસ્ટીસાઈડઝ જેવી કે પેસીલીઓમાઈસીસ લીલાસીનમ અને વર્તીસીલીયમ ક્લેમેડોસ્પોરીયમ કૃમિ નિયંત્રણ પર ઘણી જ સારી અસર છે.
👉 કેટલાક કડવા છોડના પાન કે આખા છોડનો ઉપયોગ કરવાથી પણ ધરૂવાડિયા કે પોલીહાઉસમાં કૃમિ નિયંત્રણ કરી શકાય.
👉 પાકની ફેરબદલી કરવાથી પણ કૃમિ નિયંત્રણ કરી શકાય. દા.ત. ખરીફમાં મગ, રવિમાં કોબીજ અને ઉનાળામાં ગવાર લેવાથી જમીનમાં રહેતા કૃમિનો પ્રકોપ ઘટાડી શકાય છે.
👉 કૃમિ પ્રતિકારક જાતોનું વાવેતર કરવું.
👉 પાક પુરો થયેથી પાકના અવશેષો જેમ કે જડિયા ખેતરમાં દાટી દેવા નહિ. યોગ્ય નિકાલ કરવો.
👉 પાકની ગાંઠોને ગરમ પાણીની માવજત ( ૫૦-૫૫૦ સે.ગ્રે.) દસ મિનિટ સુધી આપીને વાવેતર કરવું.
👉 વાવેતર થોડું વહેલું કરવાથી કૃમિની અસર ઓછી પડતી હોય છે.
👉 ચોળા એ એક કૃમિનું પિંજર પાક છે. તેનું વાવેતર કરી છેલ્લે મૂળ સહિત નાશ કરવા.
👉 ખેતરમાં લાંબો સમય પાણી ભરી રાખવાથી કૃમિની વસ્તિ ઓછી થાય છે.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.