AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
સલાહકાર લેખLIVE GUJARAT NEWS
સંગીતના સૂરોથી ઉગે છે શાકભાજી ! ખરીદવા માટે લાગે છે લાઈનો !
કોંક્રિટના જંગલો વચ્ચે ક્યારેય લીલુછમ વાતાવરણ જોવા મળે નહિ. પરંતુ રાજકોટના પ્રગતિશીલ ખેડૂતે આ અશક્ય વાતને શક્ય કરી બતાવી છે. રાજકોટ (rajkot) ના ખેડૂત રસિક શીંગાળાએ શહેરની મધ્યમાં એવો બગીચો ઉભો કર્યો છે જેને જોઈને મનને સુખદ આનંદ મળે છે. રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલી પોતાની વાડીમાં રસિક શીંગાળાએ કેમિકલ વગરના શાકભાજી નું વાવેતર કર્યું છે. એટલું જ નહિ, એ સાથે તેઓએ સંગીતના તાલે શાકભાજી ઉગાડવાનું શરૂ કર્યું છે. તેઓનું માનવું છે કે, મ્યુઝિક થેરાપી મદદથી શાકભાજી સ્વાદિષ્ટ ઉગે છે અને ઓર્ગેનિક શાકભાજીને વધુ પૌષ્ટિક બનાવવા માટે મ્યૂઝિક થેરાપી મદદરૂપ બને છે અને અન્ય ખાસ વધુ જાણકારી માટે જુઓ આ વિડીયો અને જાણો. સંદર્ભ : LIVE GUJARAT NEWS. ખેડુ ના આ વિડીયો ને લાઈક કરીને નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડૂત મિત્રો ને શેર કરો.
24
8
અન્ય લેખો