સ્માર્ટ ખેતીTV9 ગુજરાતી
સંકલિત ખેતી મોડલ ! ખેડૂતોની આવક વધારવા મળશે મદદ !
👨‍🌾 આપણા દેશમાં 86 ટકા ખેડૂતો નાના અને સીમાંત છે. આટલી નાની જમીન પર કમાણી ઘણી ઓછી છે. તેથી આવા પરિવારો માટે જીવવું મુશ્કેલ બની જાય છે. સંકલિત ખેતીનું મોડલ નાના અને સીમાંત ખેડૂતો માટે વરદાનથી ઓછું નથી. આ સ્થિતિમાં આવક વધારવા માટે સંકલિત ખેતી મોડલ વધુ સારો વિકલ્પ બની શકે છે. નાના અને સીમાંત ખેડૂતો પણ આ પદ્ધતિ અપનાવીને લાભ લઈ રહ્યા છે. તેનાથી ઉપજમાં વધારો થાય છે અને ખેડૂતોની આવકમાં વધારો થાય છે. 👨‍🌾 આ મૉડલમાં માત્ર ખેતીનો સમાવેશ થતો નથી, પરંતુ કૃષિ સંબંધિત અન્ય વ્યવસાયો પણ સામેલ છે. ઉદાહરણ તરીકે પશુપાલન, મરઘાં ઉછેર, માછલી ઉછેર અને મધમાખી ઉછેર. આટલું જ નહીં, તેમાં માત્ર પાકથી સંતોષ માની લેવામાં નથી આવતો, પરંતુ સહ-પાક પણ કરવામાં આવે છે. પરંતુ વિવિધ કૃષિ પરિસ્થિતિઓ ધરાવતા ભારતમાં, સમાન સંકલિત ખેતી મોડલ કામ કરી શકશે નહીં. 👨‍🌾 આ કારણોસર, ત્યાંની પરિસ્થિતિઓ અનુસાર વિવિધ વિસ્તારોમાં વિવિધ મોડેલો તૈયાર કરવામાં આવે છે. ભારતીય કૃષિ સંશોધન પરિષદઆ કાર્યમાં ખેડૂતોને મદદ કરી રહી છે. ICARની મદદથી 63 મોડલ તૈયાર કરવામાં આવ્યા છે. 👉 સંકલિત ખેતી પદ્ધતિ વિષે જાણવા માટે જુઓ આ વિડીયો https://youtu.be/qkdQ-8h8kQI 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : TV9 ગુજરાતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
15
4
અન્ય લેખો