શેરડીમાં વિવિધ વેધકો (બોરર)નું જૈવિક નિયંત્રણ !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
શેરડીમાં વિવિધ વેધકો (બોરર)નું જૈવિક નિયંત્રણ !
શેરડીમાં ટોચ વેધક, ડૂંખ વેધક, સાંઠા વેધક, આંતરગાંઠ વેધક, મૂળ વેધક વિગેરે પ્રકારના વેધકોથી નુકસાન થતું હોય છે. શેરડી એવો પાક છે કે જેમાં દવાના છંટકાવ કરવાની ઘણી અગવડતા પડતી હોય છે. ઉપરાંત દવાના છંટકાવથી પાકમાં રહેલા કુદરતી પરભક્ષી- પરજીવી કિટકો ઉપર અવળી અસર પડતી હોય છે. જૈવિક પધ્ધતિથી નિયંત્રણ કરવું ઘણું સરળ બને છે. આ માટે ટ્રાયકોગ્રામા ચીલોનીસ, પરજીવી કિટકના કાર્ડ મળતા હોય છે. આવા કાર્ડની પટ્ટી હેક્ટરે ૧૨ જેટલી શેરડીના પાનની નીચેની બાજુએ સ્ટેપલરની મદદથી ચોંટાડી દેવા. બે સ્ટ્રીપ વચ્ચે ઓછામાં ઓછું ૩૦ મી અંતર રાખી ગોઠવવા. એક સ્ટ્રીપમાં ૪૦૦૦ જેટલા ટ્રાયકોગ્રામાથી પરજીવીકરણ થયેલ ઇંડાં ચોંટાડેલા હોય છે. આવા કાર્ડમાં નીકળતી ભમરી ખેતરમાં વેધકો (બોરર)ની ફૂંદીએ મૂંકેલ ઇંડાનું પરજીવીકરણ તેમનો નાશ કરતી હોય છે. આવા કાર્ડ શેરડી પકવતા વિસ્તારમાં આવેલી સુગર ફેક્ટરીઓ પાસેથી પણ મળી શકે છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
11
4
અન્ય લેખો