AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
શેરડીમાં ફુદફુદીયા (પાયરીલા)નું  નિયંત્રણ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
શેરડીમાં ફુદફુદીયા (પાયરીલા)નું નિયંત્રણ
આ કીટક ખુબજ ચપળ અને એક પાન પરથી બીજા પાન પર કુદકા મારતા હોય છે. આ જીવાતનો ઉપદ્રવ વધુ પ્રમાણમાં હોય તેવા ખેતરમાં તડતડ અવાજ સંભળાય છે. બચ્ચાં અને પુખ્ત કીટક પાનમાંથી રસ ચુસીને નુકસાન કરે છે. આ કીટકના શરીરમાંથી મધ જેવો ચીકણો પદાર્થ ઝરે છે, જે પાન પર પડે છે તેના પર કાળી ફુગ વિકાસ પામે છે. સંકલિત વ્યવસ્થાપન: o ઈંડાંના સમુહો એકઠા કરી નાશ કરવા. o મેટારીઝીયમ એનીસોપ્લી ફૂગનો પાવડર ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણી પ્રમાણે છંટકાવ કરવો. o એપીરીકેનીયા મેલાનોલ્યુકા નામના પરોપજીવીની હાજરી ન જણાતી હોય ત્યાં એપીરીકેનીયા હોય ત્યાંથી પાન કાતરથી કાપી લાવવા. એક કે બે કોશેટા/ઈંડાંના સમૂહ રહે તે રીતે પાનના ટુકડાં કરવા. આવા ટુકડા સ્ટેપલર વડે પાનની નીચેની બાજુએ લગાડવા. o એક હેકટર વિસ્તારમાં આ પરજીવી એક લાખ (૨૫૦ ઈંડાંના સમૂહ) અને બે હજાર કોશેટાઓ ચોંટાડવા. o જે વિસ્તારમાં પરજીવીઓ છોડ્યા હોય ત્યાં કીટનાશક દવાનો છંટકાવ કરવો નહીં. o જે વિસ્તારમાં પરજીવીની હાજરી જણાતી ન હોય અને ઉપદ્રવ વધતો હોય ત્યારે ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૨૦ મિ.લિ. અથવા મોનોક્રોટોફોસ ૩૬ ઈસી ૧૦ મિ.લિ. પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.
ડૉ. ટી. એમ. ભરપોડા ભૂતપૂર્વ કીટ વિજ્ઞાન પ્રોફેસર બી.એ. કોલેજ ઓફ એગ્રીકલ્ચર, આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદ - 388 110 (ગુજરાત ભારત) જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
135
1