AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
શેરડીમાં આવતા રોગ “ચાબૂકિયો- આંજિયા” રોગ વિષે જાણો!
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
શેરડીમાં આવતા રોગ “ચાબૂકિયો- આંજિયા” રોગ વિષે જાણો!
👉 શેરડીના છોડમાંથી ચાબૂક જેવુ લગભગ ૨૫ થી ૧૨૫ સે.મી. જેટલું લાબું ચાબૂક જેવો મોટો પીલો નીકળે છે. જેના ઉપર કાળા રંગના ફૂગના મોટી સંખ્યામાં બીજ કોષો પાતળા ચળકતા આવરણથી ઘેરાયેલા હોય છે, આવરણ ફાટતા કાળા કણો બીજા છોડ ઉપર ફેલાય છે. 👉 આ પ્રકારના રોગનું પ્રમાણ રટૂન (બઢઘા પાક- બીજા વર્ષનો પાક) શેરડીમાં વધારે જોવા મળે છે. આ રોગમાં ફૂગનાશકો વધારે અસરકારક પરિણામ મેળવી શકાતા નથી. 👉 આવા કાળા ચાબૂકિયા રોગ વાળા છોડ ખેતરમાંથી ઉપાડી લઇ નાશ કરવા. 👉 જો આવા રોગનું પ્રમાણ ખેતરમાં ૧૦% વધારે હોય તો બીજા વર્ષે બઢઘા પાક તરીકે શેરડી કરવી નહિ. 👉 આવા ખેતરમાંથી શેરડીના કટકા ફરી રોપણી માટે લેવા હોય તો તેને પાણીની ગરમ વરાળની માવજત (૫૦૦ સે.ગ્રે.)થી આપ્યા પછી જ ઉપયોગ કરવો. અથવા તો કાર્બેન્ડાઝીમ ૫૦% wp દવા ૧ ગ્રામ પ્રતિ લીટર પાણી પ્રમાણે લઇ શેરડીના કટકા તેમાં ૧૦ મિનીટ ડુબાડી વાવેતર કરવાથી આ રોગ સામે ફાયદો થાય છે. 👉 રોગ પ્રતિકારક જાતોનો ઉપયોગ કરવો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
11
1