AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
શેરડીને નુકસાન કરતા આ મૂળ વેધક (રુટ બોરર) વિષે વધુ જાણો !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
શેરડીને નુકસાન કરતા આ મૂળ વેધક (રુટ બોરર) વિષે વધુ જાણો !
👉 આ ઇયળ શેરડીના જમીનમાં દટાયેલા સાંઠાનો ભાગ કોરી ખાય છે. પરંતુ મૂળને કોઇ પણ જાતનું નુકસાન કરતી નથી. તાજેતરની રોપાણ કરેલ શેરડીમાં આનો ઉપદ્રવ વધારે હોય છે. 👉 નુકસાનને લીધે પીલો સુકાઇ જાય છે જે સહેલાઇથી ખેંચાઇ આવતો નથી. 👉 તેની આજુબાજુના પાન પણ સુકાઇ જાય છે. આ પ્રકારનું નુકસાન સુકારાના રોગને વધવા પ્રોત્સાહન આપે છે. 👉 ઉપદ્રવની તીવ્રતા વધારે હોય તો તેવા ખેતરને બઢઘા પાક તરીકે ફરી લેવો નહિ. 👉 ઉપદ્રવ હોય તો દાણાદાર દવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૦.૪ જી ૧૮ કિ.ગ્રા. અથવા ફિપ્રોનીલ ૦.૩ જી ૨૫ થી ૩૩ કિ.ગ્રા. જમીનમાં આપવી. અથવા ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ ૧૮.૫ એસસી ૩ મિલિ અથવા ફિપ્રોનિલ ૫ એસસી દવા ૩૦ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો. 👉 અન્ય વધુ એક ઉપયોગી આર્ટિકલ વાંચવા માટે ulink://android.agrostar.in/articleDetail?articleId=Article_20210416_GJ_TIP_7_AM&latestArticle=false&otherArticlesAvailable=false ક્લિક કરો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
9
0