AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કીટ જીવન ચક્રલિયાકત અલી તિવાનો શેરડીનો આઈપીએમ
શેરડીના પાકમાં ડૂંખ વેધક નું જીવનચક્ર
• આ એક શેરડીની એક મુખ્ય જીવાત છે. આ ઇયળ જમીનથી સહેજ ઉપર પીલામાં દાખલ થઇ ગર્ભ કોરી ખાય છે. પરિણામે પેદા થતો ગાભમારો (ડેટ હાર્ટ) સહેલાઇથી ખેંચાઇ આવે અને દુર્ગંધ મારે છે. આનો ઉપદ્રવ શેરડીની શરુઆતની અવસ્થામાં વધુ જોવા મળે છે. • આ જીવાત દ્વારા પાકમાં ૨૦-૩૦ % સુધી નુ નુકશાન જોવા મળ્યું છે. • આ ઇયળની માદા ફૂંદી ૮ થી ૬૦ જેટલા ઇંડા પાનની મધ્ય નસની આજુબાજુ જથ્થામાં મૂંકે છે. ઇંડા દુધિયા સફેદ રંગના હોય છે. • ઇંડામાંથી લગભગ ૩-૪ દિવસે સફેદ રંગની ઈયળ નીકળે છે. ઇયળ ઉપર જાંબુડિયા રંગની પાંચ લીટીઓ સ્પષ્ટ જોઇ શકાય છે. ઈયળનું જીવન લગભગ ૩૦-૩૫ દિવસનું હોય છે. • ઈયળ શેરડીની દાંડી (થડ) માં જ કોશેટા અવસ્થા ધારણ કરે છે જે લગભગ ૧૦ દિવસની હોય છે. • કોશેટામાંથી નીકળતી ફૂદી ફક્ત ૨-૪ દિવસ જ જીવે છે. • ઇંડા થી ફૂદી સુધીનું જીવન ચક્ર લગભગ ૪૪-૪૯ દિવસનું હોય છે. • આ ઇયળના નિયંત્રણ માટે ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫% એસીસી ૧૫૦ મિલિ અથવા ફિપ્રોનીલ ૫% એસસી ૫૦૦ મિલિ દવા પ્રતિ એકરે ૩૦૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અથવા ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૦.૪% દાણાદાર દવા ૫-૭ કિ.ગ્રા. પ્રતિ એકરે જમીનમાં આપવી.
સંદર્ભ: લિયાકત અલી તિવાનો શેરડીનો આઈપીએમ આ વીડિયોને લાઈક કરી અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.
203
1