સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
શેરડીના અવશેષોનું વિઘટન
• વિઘટન થયેલ શેરડીમાં 28 થી 30 % ઓર્ગેનિક કાર્બન, તેમજ નાઇટ્રોજન 0.5, ફોસ્ફરસ 0.2% અને પોટેશિયમ 0.7% હોય છે. જેમાં સરેરાશ ૩ થી ૬ ટન પ્રતિ એકર શેરડીના અવશેષ હોય છે. • તેથી, લણણી વખતે, તેને લાઇનમાં અથવા બળી ગયેલ જગ્યાએ રાખવી જોઈએ, અને જો ખેતરમાં શેરડીના અવશેષનો ઢગલો હોય તો તેને ફેલાવવો જોઈએ. • જો શેરડીની દાંડીઓ મોટી રહી ગઈ હોય, તો તેને ધારદાર હથિયારથી સારી રીતે કાપવી જોઈએ. શેરડીના સાંઠા જમીનની નીચે અંકુરની ઉત્પત્તિ આપે છે અને કુલ અંકુરની સંખ્યામાં વધારો કરે છે. • શેરડીની લણણી પછી તરત જ કાર્બેન્ડેઝીમ 12% + મેંન્કોઝેબ 63% ડબલ્યુપી ઘટકયુક્ત ફૂગનાશક @ 2.5 ગ્રામ અને ક્લોરોપાયરિફોસ 50% + સાયપરમેથ્રિન 5% ઇસી @ 2 મિલી પ્રતિ લીટર પાણી મુજબ છંટકાવ કરવો જોઈએ.
• દ્વાવણ તૈયાર કરવા માટે 200 લિટર પાણીમાં ગૌમૂત્ર, ગોબર, ગોળ, ચણાનો લોટ અને છાશને 200 લીટર પાણીમાં મિક્ષ કરીને 2 થી 3 દિવસ માટે પલાળી રાખો. અને તેમાં લગભગ 1 કિલો શેરડીના અવશેષોના વિઘટન બેક્ટેરિયા ઉમેરો અને તેને જમીનમાંથી આપો. • ઉપરોક્ત તૈયાર દ્વાવણ સંભવત: સાંજના સમયે છંટકાવ કરવો જોઈએ. • ત્યારબાદ શેરડીમાં પિયત આપો અને આગામી 1 મહિના સુધી નિયમિત ભેજની તપાસ કરો, અને જમીન ભીની હોય ત્યારે ઉપરથી થોડું દબાવવું જોઈએ અને પછી તે ધીમે ધીમે સડવા લાગશે. સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સેલન્સ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
431
3
અન્ય લેખો