AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
શુષ્ક અને ગરમ હવામાનની સંભાવના
હવામાન ની જાણકારીAgriculture Weather Expert - Shri. Ramchandra Sable
શુષ્ક અને ગરમ હવામાનની સંભાવના
ભોપાલ વિસ્તારના ઉત્તરીય ભાગમાં હવાનું દબાણ 1002 હેક્ટોપાસ્કલ કરતાં ઓછું હશે, જ્યારે કાશ્મીરની ખીણમાં હવાનું દબાણ 1004 હેક્ટોપાસ્કલ જેટલું નીચું હશે. તેવી જ રીતે, મહારાષ્ટ્ર પર હવાનું દબાણ 1006 હેક્ટોપાસ્કલ જેટલું નીચું
હશે. એટલે કે તાપમાન વધે છે તેમ, હવાનું દબાણ ઘટે છે. આ કારણે, આ અઠવાડિયાની શરૂઆતમાં ઉષ્ણતામાન વધવાની શક્યતા છે, ગરમીની તરંગો એટલે કે ગરમ મોજાઓનો અનુભવ થશે, તથા તાપમાન વધશે. સર્વોચ્ચ તાપમાન મહારાષ્ટ્રથી મધ્ય ભારત, ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં નોંધવામાં આવશે. પ્રકૃતિના નિયમ મુજબ, સામાન્ય રીતે, હવા ઊંચા દબાણથી નીચા દબાણ તરફ વહે છે, તે મુજબ, દક્ષિણ, નૈઋત્ય દિશામાંથી ઉત્તર ભારત તરફ પવન ચાલશે. તે જ સમયે, રાજસ્થાનનું રણ ગરમ થશે અને પવનથી સમગ્ર ભારતભરમાં ગરમીની તરંગો પેદા થશે. કૃષિ હવામાન નિષ્ણાંત - શ્રી રામચંદ્ર સાબળે
51
0
અન્ય લેખો