AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
શું સ્લગ કેટરપીલર ઇયળ પાકમાં નુકશાન કરે છે?
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
શું સ્લગ કેટરપીલર ઇયળ પાકમાં નુકશાન કરે છે?
આ ઇયળ પ્રસંગોપાત છુટી છવાઇ જોવા મળતી હોય છે. માંસલ શરીર ધરાવતી આ ઇયળ પીળા-લીલા રંગની અને જેમાં લીલાસ પડતી વાદળી રંગની પટ્ટીઓ આવેલ હોય છે. ખેતી અને બાગાયતી પાકોમાં ક્યારે ક આવી જઇ પાનને નુકસાન કરતી હોય છે. વધુમાં તેના શરીર ઉપર આવેલ તીક્ષ્ણ વાળને લીધે ખેતી કાર્યો કરતી વખતે જો શરીરનાં સંપર્ક આવે તો ચામડી ઉપર ખૂબ જ બળતરા થતી હોય છે. ધાસ ચારાના પાકોમાં જો આનો ઉપદ્રવ રહે તો તેવો ઘાસ પાલતું પ્રાણીઓ પણ ખાતા નથી. જો વધુ પડતો ઉપદ્રવ રહે તો જ આના માટે કોઇ રાસાયણિક દવાઓના છંટકાવની જરુર પડે નહિતર અન્ય જીવાતો માટે છંટાતી દવાઓથી આ ઇયળનું પણ સાથે સાથે નિયંત્રણ થઈ જતું હોય છે. દર વર્ષે જો આ ઇયળનો ઉપદ્રવ રહેતો હોય તો ખેતરમાં એકાદ લાઇટ ટ્રેપ અવશ્ય ગોઠવી રાખવું અને તે આખું વર્ષ ચાલુ રાખવું. સંદર્ભ : એગ્રોસ્ટાર. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
2
0
અન્ય લેખો