AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
શું વાત છે આર્મીમાં આવી ગઈ છે ૧,૩૫,૦૦૦ પદો પર ભરતી !!
નોકરી અને શિક્ષણએગ્રોસ્ટાર
શું વાત છે આર્મીમાં આવી ગઈ છે ૧,૩૫,૦૦૦ પદો પર ભરતી !!
📢ભારતની ત્રણે પાંખમાં ૧.૩ લાખ પદો પર આવી ભરતી.જી હા એકદમ બરોબર સાંભળ્યું છે. 👉ત્રણે જગ્યા પર આવી ભરતી :- કુલ ખાલી જગ્યાઓમાંથી ૧,૧૬,૪૬૪ ખાલી જગ્યાઓ ભારતીય સેના હેઠળ, ભારતીય નૌકાદળમાં ૧૩,૫૯૭ જગ્યાઓ અને બાકીની ૫૭૮૯ જગ્યાઓ ભારતીય વાયુસેના (IMF)માં ભરવામાં આવશે. આ સશસ્ત્ર દળો હેઠળ, ઉમેદવારોને અધિકારીઓ, નાવિક, એરમેન વગેરે તરીકે રાખવામાં આવશે. ઉમેદવારોને અહીં પોસ્ટ્સ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. 👉આટલી જગ્યાઓ પર નોકરી મળશે આ ભરતી પ્રક્રિયાથી ભારતીય સેનામાં અધિકારીઓની ૭૩૦૮ એમએનએસ અધિકારીઓની ૪૭૧ અને જુનિયર કમિશન્ડ ઓફિસર્સની ૧,૦૮,૬૮૫ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. ભારતીય નૌકાદળમાં ઓફિસર્સની ૧૪૪૬ જગ્યાઓ (મેડિકલ અને ડેન્ટલ સિવાય) અને સેલરની ૧૨,૧૫૧ જગ્યાઓ ભરવામાં આવશે. તે જ સમયે, ભારતીય વાયુસેનામાં અધિકારીઓની ૫૭૨ જગ્યાઓ અને એરમેનની ૫૨૧૭ જગ્યાઓ ભરવામાં આવશે. 👉અનામત પણ મળી શકે છે રાજ્યમંત્રી ભટ્ટે ભૂતપૂર્વ સૈનિકોના અનામતને સંબોધતા એમ પણ જણાવ્યું છે કે તે ભૂતપૂર્વ સૈનિકો (સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ એન્ડ પોસ્ટમાં પુનઃનિમણૂંક) નિયમો, ૧૯૭૯ હેઠળ છે. તેમણે જણાવ્યું હતું કે આ અનામત તમામ ગ્રુપ સી અને ગ્રુપ ડી સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ અને પોસ્ટ્સ અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ જેવા તમામ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો, ઇન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ, સશસ્ત્ર સીમા દળ અને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટના સ્તર સુધીની પોસ્ટ્સ માટે કરવામાં આવશે. રાજ્ય સરકારની ભરતી હેઠળ અનામતની જોગવાઈ પણ લાગુ પડશે કારણ કે રાજ્ય સૈનિક બોર્ડમાં રોજગાર સંબંધિત રાજ્ય સરકારના કાર્યક્ષેત્રમાં આવે છે. સંદર્ભ : એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
18
3