યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
શું તમે જાણો છો સરકારની આ યોજનાઓ વિશે ?
📢 સરકાર વિવિધ પ્રકારની ખેડૂત સહાયલક્ષી યોજનાઓ ચલાવે છે. આ યોજનાનો લાભ લઈને ખેડૂતો આવક વધારી શકે છે.
ખેડ, કાપણી, વાવણી સરળ બને તે માટેની યોજના :
➡ ખેતીમાં ખેડાણ, કાપણી, વાવણી જેવા અગત્યના અને અઢળક શ્રમ માંગી લેતા કાર્યો ખેડૂતો સરળતાથી, સમયસર કરી શકે અને ખેડૂત મહત્તમ ઉત્પાદન મેળવી શકે એ માટે ખેડૂતો પાસે સ્માર્ટ ઓજારો હોવા જરૂરી છે. ખેડૂતોની એ જ જરૂરિયાત માટે છે સ્માર્ટ હેન્ડ ટૂલ્સ કીટ સહાય યોજના.
ઉભા પાકના રક્ષણ માટેની યોજના :
➡ ખેડૂતનો પાક તૈયાર થયા બાદ કુદરત સહિત ક્યારેક જંગલી જાનવરો પણ કચ્ચરઘાણ વાળી દેતા હોય છે. ખેડૂતોના પાકેને જંગલી જાનવરોથી રક્ષણ મળે તે માટે એક યોજના અમલમાં મૂકી છે. રાજ્ય સરકાર દ્વારા રોઝ ભુંડ જેવા પ્રાણીઓથી ખેતી પાકના રક્ષણ માટે ખેતર ફરતે કાંટાળી તારની વાડની યોજના અમલમાં મુકવામાં આવી છે.
લાભ લેવા કયા પુરાવા જોઈએ :
✔ ખેડૂત નોંધણી પત્ર નં.
✔ 7-12, 8-A ખાતા નં.
✔ આધાર કાર્ડ
✔ ઓળખપત્ર
✔ પાસપોર્ટ સાઈઝ ફોટો
✔ બેંક પાસબુક
✔ મોબાઇલ નંબર (નોંધણી માટે)
✔ બેંક ખાતા નં.
✔ ચેક
નોંધ : યોજનાનો લાભ મેળવવા માટે ikhedut પોર્ટલ જયારે ખુલ્લું મુકવામાં આવે ત્યારે ખેડૂતોએ અરજી કરવાની રહેશે.
સંદર્ભ : એગ્રોસ્ટાર.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.