સમાચારGSTV
શું તમારા ખાતામાં 2 હજાર રૂપિયા નથી આવ્યા? જલ્દી ફોન કરો !
પીએમ કિસાન યોજના હેઠળ 9 મો હપ્તો જારી કરી દેવામાં આવ્યો છે. આ સાથે ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા આવવા લાગ્યા છે. કેન્દ્ર સરકારની સૌથી મહત્વાકાંક્ષી યોજના, પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના (PM Kisan Samman Nidhi Scheme 2020) થી અત્યાર સુધીમાં 12 કરોડથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં સીધા રૂપિયા મોકલવામાં આવ્યા છે. જો તમને આ યોજના હેઠળ નાણાં મળ્યા નથી, તો તમે તરત જ કેન્દ્રીય કૃષિ મંત્રાલયને ફરિયાદ કરી શકો છો. જે માટેની સંપૂર્ણ પ્રક્રિયા અમે તમને જણાવીએ છીએ.
📲 ક્યાં અને કેવી રીતે કરશો ફરિયાદ?
જો તમારા ખાતામાં 2000 રૂપિયા આવ્યા નથી, તો તમારે પહેલા તમારા વિસ્તારના લેખપાલ(એકાઉન્ટન્ટ) અને કૃષિ અધિકારીનો સંપર્ક કરવો જોઈએ. જો આ લોકો તમારી વાત ન સાંભળે અથવા એ પછીથી પણ પૈસા ખાતામાં ન આવે તો તમે તેને લગતી હેલ્પલાઇન નંબર ઉપર પણ ફોન કરી શકો છો. આ ડેસ્ક (PM-KISAN Help Desk) સોમવારથી શુક્રવાર સુધી ખુલ્લું હોય છે. આ સિવાય, તમે ઇ-મેઇલ pmkisan-ict@gov.in પર પણ સંપર્ક કરી શકો છો. જો તેમ છતાં પણ કામ ન થઈ રહ્યું હોય તો 011-23381092 (ડાયરેક્ટ હેલ્પલાઈન) નંબર પર ફોન કરો.
📲 યોજનાના પૈસા ન પહોંચતા હોય તો તેનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવશે
કૃષિ મંત્રાલયના જણાવ્યા અનુસાર, જો કોઈ ખેડૂતના બેંક ખાતામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના પૈસા ન પહોંચતા હોય, તો તેનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવશે. ખેડૂતના ખાતામાં જો પૈસા પહોંચ્યા નથી અથવા જો કોઈ તકનીકી સમસ્યા હોય તો તે કોઈપણ સંજોગોમાં સુધારી લેવામાં આવશે. સરકાર દરેક શક્ય પ્રયત્નોમાં છે કે દરેક ખેડૂતને આ યોજનાનો લાભ મળે.
📲 તમે અહીં સંપર્ક પણ કરી શકો છો
આ યોજનાનું સ્ટેટસ તમે જાતે પણ ચકાસી શકો છો અને અરજી કરી શકો છો. યોજનાના વેલફેર સેક્શન (ખેડૂત કલ્યાણ વિભાગ)માં સંપર્ક કરી શકો છો. દિલ્હીમાં તેનો ફોન નંબર 011-23382401 છે, જ્યારે ઈ-મેલ આઈડી (pmkisan-hqrs@gov.in) છે.
📲 મંત્રાલયનો સંપર્ક કરવાની સુવિધા (કૃષિ મંત્રાલય હેલ્પલાઇન નંબરો)
PM કિસાન ટોલ ફ્રી નંબર: 18001155266
PM કિસાન હેલ્પલાઇન નંબર: 155261
PM કિસાન લેન્ડલાઇન નંબર્સ: 011—23381092, 23382401
પીએમ કિસાનની નવી હેલ્પલાઇન: 011-24300606
પીએમ કિસાનની વધુ એક હેલ્પલાઇન: 0120-6025109
વંદે માતરમ સેલ ની એક ઝલક https://youtu.be/dZ1HRZ5PD9A
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
👉 સંદર્ભ : GSTV.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.