AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
શું છે પાક સંગ્રહ યોજના,જાણો વિગતવાર માહિતી !!
યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
શું છે પાક સંગ્રહ યોજના,જાણો વિગતવાર માહિતી !!
📢ગુજરાતના ખેડૂતોને મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અંતર્ગત ખેતરમાં જ નાના ગોડાઉન બનાવવા માટે સહાય આપવામાં આવી રહી છે. આ યોજના દ્વારા ખેડૂતોના પાક અને બિયારણને વરસાદથી રક્ષણ મળે છે, જેના કારણે પાક ખરાબ થતો નથી. 📢ક્યારથી શરૂ થઈ છે યોજના :- રાજ્યના ખેડોતોને પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવા માટે સહાય આપવાની યોજના ૨૦૨૦-૨૧ થી શરૂ કરવામાં આવી છે. ખેડૂતોને સારો એવો પાક થાય પરંતુ તે પાકને સાચવવા માટે જગ્યા ના હોય અને ચોમાસાની ઋતુમાં ભારે વરસાદના કારણે અથવા વાવાઝોડા તેમજ માવઠાના કારણે ખેડૂતો પોતાનો પાક સંગ્રહ કરી શકતા નથી. જેના કારણે મોટું નુકસાન થતું હોય છે, જેમાંથી બચાવવા રાજ્ય સરકારે આ યોજના શરૂ કરી છે. 📢પાક સંગ્રહ યોજનાની પાત્રતા તથા શરતો :- > ગુજરાત રાજ્યના ખેડૂત હોવો જોઈએ. > રાજ્યના અનુસુચિત જાતિ, અનુસૂચિત જન જાતિ અને આ સિવાયની તમામ જ્ઞાતિઓને આ યોજનાઓને લાભ મળશે. > ખેડૂત જમીન અથવા વન અધિકાર પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઈએ. > પાક સંગ્રહ યોજના હેઠળ ખેડૂતને ફ્કત એક જ વાર લાભ મળવાપાત્ર થશે. ટૂંકમાં આજીવન એક વખતે મળશે. >આ ગોડાઉન યોજના માટે ખેડૂત ikhedut portal ઓનલાઈન અરજી કરવાની રહેશે. સંદર્ભ : એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
18
0
અન્ય લેખો