શું આપ જાણો છો? કીટકના પગ કેટલા અને કેવા કેવા કાર્યો કરી શકે !!!
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
શું આપ જાણો છો? કીટકના પગ કેટલા અને કેવા કેવા કાર્યો કરી શકે !!!
• કુદરતે બીજા બધા જીવો કરતા કીટકને ઘણૂં બધું આપ્યું અને તેથી છે આપણે તેની સામે વર્ષોથી લઢતા આવ્યા છીએ તો પણ આપણા કાબૂ બહાર છે. • કુદરતે આપેલ કીટકને આપેલ વિવિધ બક્ષીશોમાંથી આપણે આજે જાણિશું, તેમના પગ વિષે. • કીટક કે જે આપણા પાકને નુકસાન કરે છે તેમને કુલ્લે ત્રણ જોડી એટલે કે છ પગ હોય છે, જ્યારે માનવને બે, ગાય-બળદને ચાર, જોયુંને આપણા કરતા વધારે પગ !!!! • આપે ચૂસિયાં અને ઢાલિયા કિટકોને તો જોયો જ હશે, તેના પગ કુદરતે એવા બનાવ્યા કે તે ત્રણ જોડી પગ વડે ખૂબ જ ઝડપથી ચાલી શકે, ગબડ્યા વિના !!!! • વંદા, કીડીઓ અને કેટલાક ઢાલિયા કીટકોના પગ પાતળા ને લાંબા હોવાથી તે ખૂબ ઝડપથી દોડી શકે છે, ગજબનું સમતોલન !!!!. • તીતી ધોડો, કંસારી જેવા કિટકોની પગની ત્રીજી જોડ (પાછળની જોડી) સરખાણીએ લાંબી હોવાથી તે મોટા-મોટા કુદકા મારી શકે છે, અનુભવ કરવો હોય તો તીતીઘોડાને લાકડીની અણી અડાડો અને જૂઓ. • ભોંઇ તમરી જોઇ છે? તેના આગળના પગનો એક ભાગ પાવડા જેવો હોવાથી તે જમીનમાં ખૂબ સરળતાથી દર બનાવી અને માટી ખોદી શકે છે, જાણે કે એક મોટું બુલડોઝર !!!!! • પાણીમાં તરતા કિટકોના પગ ચપટાં અને વાળથી ઘેરાયલા હોવાથી તે થાક્યા વિના ચોવીસે કલાક તરી શકે છે, આપ કેટલું તરી શકો, લાગ-લગાટ?, આનાથી કદાપી વધારે નહિં !!!!! • આપ બરફના મેદાન ઉપર સ્કેટીંગ કરી શકો છો, નહિ કે પાણી ઉપર; કેટલાક કિટકોના પગ લાંબા અને વાળની રચનાને લીધે તે પાણી ઉપર જેમ આપણે જમીન ઉપર ચાલીએ તેમ તે ચાલી (સ્કેટીંગ) શકે છે, છેને કમાલની શકિત!!!!! • વાણિયા કિટક (ડ્રેગન ફ્લાય)ને કદી ચાલતા જોયો છે? ચાલી શક્તું નથી પણ તેના કાંટાળા પગને લીધે ઉડતા કિટકોને સરળતાથી દબોચીને ખાઇ જાય !!! • આપે માથાની જૂને જોઇ જ હશે; તેના તીક્ષ્ણ અને હૂક જેવા પંજાને લીધે તે આપણા વાળ સાથે જકડાઇને વળગી રહે છે, વાળમાં કાંસકો મારો તો પણ ભાગ્યે જ પકડાય. • મેન્ટીડ કે જેના આગલા પગની જોડ શિકારને પકડવા માટે રુંપાતર થયેલ છે. બેઠું હોય ત્યારે તે આગળના પગની જોડી હાથ જોડીને પ્રાર્થના કરતું હોય તેવું લાગે, પણ તેના વડે તરાપ મારી કીટકને પકડીને ખાય જાય છે, આપણા માટે એક ઉપયોગી મિત્ર કીટક છે. • મધમાખીને પકડો અને તેની પગની ત્રીજી જોડ જૂઓ, આશ્યચર્યચકિત થઇ જશો, પગ ઉપર બ્રશ, અને બાસ્કેટ (થેલી) જેવી રચનાને લીધે તે ફૂલો ઉપરથી પરાગરજ ભેગી કરી મધપુડા સુધી લઇ જઇ શકે છે, છેને કુદરતનો કરિશ્મો!!!! • ફ્લી બીટલ (ચાંચડ) તેની પગ રચનાને લીધે તે ૩૪ ઇન્ચ જેટલો ઉંચો કુદકો મારી શકે છે. આની કુદવાની કુશળતા જો માણસમાં દાખલ કરવામાં આવે તો માણસ ૬૦૦ માઇલ પ્રતિ કલાકની ઝડપે અમેરિકાનું સ્ટેચુ ઓફ લીબર્ટીની છલાંગ મારી શકે!!!. • રાત્રે આપે તીતીઘોડા અને તમરાંઓનો અવાજ સાંભળ્યો હશે તે પણ પગની કરામતને લીધે. • આવા તો કેટલાય કામ કે જે માનવ માટે શક્ય નથી તે કિટક તેની ખાસ પગ રચનાને લીધે કરી શકે છે, કિટકોનું અદભૂત અને અદ્વિતીય વિજ્ઞાન !!!!
33
11
અન્ય લેખો