ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
શું આંબામાં મધીયાનું નુકશાન જોવા મળે છે?
👉હાલના વાતાવરણ પ્રમાણે આંબા વાડિયાના ખેડૂતોને મધીયાનો પ્રશ્ન જોવા મળતો હશે. તો આજે આપણે આંબાના પાકમાં હોપર એટલે કે મધીયા જીવાતની ઓળખ,તેની નુકશાની અને નિયંત્રણ વિશે જાણીશું.
👉આ જીવાત નું માદા કીટક મોરની ડૂંખ અને ફૂલોની પેશીમાં ઈંડા મૂકે છે.મધીયાના પુખ્ત કીટક તેમજ બચ્ચા મોર તથા પણમાંથી રસ ચૂસે છે.કુમળા ભાગમાં નુકશાન થવાથી ફૂલો તેમજ ફળો ખરી જાય છે. મધીયાના શરીર માંથી મધ જેવા પ્રવાહીનું ઝરણ થાય છે.જેથી પણ પર એક જાતની કાળી ફૂગ ઉગી નીકળે છે.આવી ફૂગ ને કારણે પ્રકાશસંશ્લેષની પ્રકિયા અવરોધાય છે.પાણી ભરાય રહેતું હોય તેવી બિન માવજત વળી આંબાવાડીમાં આ જીવાત વધુ જોવા મળે છે.
👉તેના અસરકારક નિયંત્રણ માટે શરૂઆતમાં શટર થાયોમીથોકઝામ ૭૫%SG -૭ ગ્રામ અને ફૂગનાશક હેક્ઝા-હેક્ઝાકોનઝોલ-૫%SC ૩૫ મિલી અને સારા ફલાવરીંગ માટે ફ્લોરેન્સ ૨૫ મિલી લઈને છંટકાવ કરવાથી સારું પરિણામ મેળવી શકાય છે.
સંદર્ભ :- એગ્રોસ્ટાર
આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.