AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
શિયાળુ વરિયાળી ની ખેતી પદ્ધતિ !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
શિયાળુ વરિયાળી ની ખેતી પદ્ધતિ !
શિયાળુ વરિયાળી ની ખેતી પદ્ધતિ ! જમીન અને જમીન ની તૈયારી : 👉 વરિયાળીના પાકને સારી નિતારશકિત ધરાવતી ગોરાડું કે મધ્યમ કાળી જમીન વધારે માફક આવે છે . 👉 કાળી , જમીનમાં પણ યોગ્ય રીતે પિયત વ્યવસ્થાપન કરવામાં આવે તો આ પાક સફળતાપૂર્વક લઈ શકાય છે. 👉 2-3 વખત હળથી ખેડ કરી, કરબ વડે આડી - ઉભી ખેડ કરી, ઢેફાં ભાંગી જમીન ભરભરી બનાવવી. 👉 જમીન સમતળ કરી લાંબા અને સાંકડા કયારા બનાવવા. સુધારેલી જાતો: 👉 વધુ ઉત્પાદન આપતી ગુજરાત વરિયાળી -૧૧ કે ગુજરાત વરિયાળી -૧૨ જાતની પસંદગી કરવી. 👉 બીજમાવજત વાવણી પહેલાં બીજને એઝેટોબેકટર ( એબીએલ1 ) અને ફોસ્ફટ કલ્ચર ( પીબીએ 4 ) ની માવજત આપવી. વાવેતર સમય અંતર અને બીજ નો દર : 👉 પ્રતિ હેકટરે પ કિ.ગ્રા. બીજદર રાખી જમીનની ફળદ્રુપતા મુજબ ૪૫ થી ૭પ સે.મી.ના અંતરે નવેમ્બર માસના પ્રથમ પખવાડીયામાં વાવણી કરવી. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
4
3