AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
શાનદાર યોજના: દરરોજના માત્ર 177 રૂપિયાની બચત, થોડા જ વર્ષો માં બનાવી દેશે કરોડપતિ !
યોજના અને સબસીડીTV9 ગુજરાતી
શાનદાર યોજના: દરરોજના માત્ર 177 રૂપિયાની બચત, થોડા જ વર્ષો માં બનાવી દેશે કરોડપતિ !
આજકાલની જનરેશન હવે બચત કરીને વહેલા નિવૃત્તિની યોજના અંગે ખૂબ જાગૃત છે, તેઓ 60 વર્ષની વય સુધી કામ કરવા માંગતા નથી. પરંતુ 45 કે 50 વર્ષ સુધી પૂરતા નાણાં એકત્રિત કરી બાકીનું જીવન આરામથી જીવે છે. 45 વર્ષની ઉંમરે કરોડપતિ કેવી રીતે બનવું 👉 જો તમે પણ આમ વિચારતા હોવ તો તમારે આજથી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરવાનું શરૂ કરવું જોઈએ, કારણ કે પરંપરાગત નાની બચત યોજનાઓથી તમે તમારા મોટા લક્ષ્યોને પ્રાપ્ત કરી શકતા નથી, આ માટે તમારે થોડું જોખમ લેવું પડશે. જો તમે 60 ની જગ્યાએ 45 વર્ષની ઉંમરે નિવૃત્ત થવા માંગતા હો, તો તમારે રોકાણ પર વધારે વળતરની પણ જરૂર છે. આ માટે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સ એક વધુ સારો વિકલ્પ હોઈ શકે છે. કારણ કે જ્યારે તમારી ઉંમર નાની હોય ત્યારે રિસ્ક લેવામાં વાંધો નથી આવતો. 45 કે 50 વર્ષની ઉંમર સુધી 1 કે 2 કરોડ એકઠા કરવા હોય તો આ રહ્યો પ્લાન 1. તમારે 20-30 વર્ષની ઉંમરે રોકાણ કરવાનું શરૂ કરવું પડશે 2. વધતી આવક સાથે, રોકાણ પણ વધારવું પડશે. 👉 જ્યારે તમે યુવાન છો તો તમારી પાસે જોખમ લેવાની વધુ ક્ષમતા હોય છે. આપણામાંના મોટાભાગના લોકો 20 વર્ષની ઉંમરે નોકરી અથવા કમાણી શરૂ કરે છે. ત્યારથી જ મ્યુચ્યુઅલ ફંડ્સમાં એસઆઈપી 500 રૂપિયાથી જ શરૂ કરી શકો છો. તેને ધીરે ધીરે વધારતા રહો. આ લાંબા ગાળાનું રોકાણ હશે તેથી તમને શેરબજારના ઉતાર-ચઢાવથી અસર થશે નહીં. ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ સામાન્ય રીતે લાંબા ગાળે 12-15% વળતર આપે છે. ઉદાહરણ 👉 તો ચાલો તમને જણાવી દઈએ કે જો તમે 25 વર્ષની ઉંમરે એસઆઈપી શરૂ કરી છે. અને 45 વર્ષની ઉંમરે 1 કરોડ રૂપિયા પ્રાપ્ત કરવાનું લક્ષ્ય રાખ્યું છે, તો તમારે એસઆઈપીમાં એક મહિનામાં 11,000 રૂપિયા એટલે કે દિવસના રૂ. 367 નું રોકાણ કરવું પડશે. ધારો કે આ 20 વર્ષના ગાળામાં તમને સરેરાશ 12% વળતર મળશે. ઉંમર – 25 વર્ષ નિવૃત્તિ – 45 વર્ષ રોકાણનો સમય – 20 વર્ષ માસિક રોકાણ – 11,000 અંદાજિત વળતર – 12% રોકાણની રકમ – 26.4 લાખ કુલ વળતર – 83.50 લાખ કુલ રકમ – 1.09 કરોડ 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : TV9 ગુજરાતી. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
19
5
અન્ય લેખો