AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
શાનદાર જીઓ ફોન લોન્ચ થવા જઈ રહ્યો છે !
સમાચારગુજરાતી ગીઝબોટ
શાનદાર જીઓ ફોન લોન્ચ થવા જઈ રહ્યો છે !
📱 રિલાયન્સ દ્વારા તેમની 44મી એન્યુઅલ જનરલ મિટિંગ ની અંદર તેમના નવા જીઓફોન નેક્સટ વિષે જાહેરાત કરવા માં આવી હતી. અને તે સમય પર રિલાયન્સ ના ચેરમેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જીઓફોન નેક્સટ કે જે એક સ્માર્ટફોન છે તેને જીઓ એ ગુગલ ની સાથે ભાગીદારી માં તૈયાર કરેલ છે અને આ સ્માર્ટફોન ને ભારત ની અંદર 10 મી સપ્ટેમ્બર ના રોજ લોન્ચ કરવામાં આવશે. 👉જીઓફોન નેક્સટ ની ભારત માં કિંમત અને આ રિપોર્ટ ની અંદર વધુ માં જણાવવા માં આવે છે કે જીઓફોન નેક્સટ ને ભારત ની અંદર બે વેરિઅંટસ માં લોન્ચ કરવા માં આવશે. અને જીઓફોન નેક્સટ નું જે બેઝ મોડેલ છે તેને રૂ. 5000 કરતા ઓછી કિંમત પર લોન્ચ કરવા માં આવી શકે છે. અને જો તેના બીજા એડવાન્સ્ડ વેરિઅંટ ની વાત કરવા માં આવે તો આ સ્માર્ટફોન ને ભારત ની અંદર રૂ. 7000 ની કિંમત પર લોન્ચ કરવા માં આવી શકે છે. અને આ જીઓફોન નેક્સટ ની ખરીદી ની પ્રકિર્યા ને વધુ સરળ બનાવવા માટે જીઓ દ્વારા એક ઓફર પણ લોન્ચ કરવા માં આવી શકે છે જેની અંદર તેમણે માત્ર જીઓફોન નેક્સટ ની કિંમત ના 10% પૈસા જ ચૂકવવા ના રહેશે અને બાકી ની કિંમત ને લેન્ડર્સ દ્વારા ફાઇનાન્સ કરી દેવા માં આવશે. અને જીઓફોન નેક્સ ના પ્રિબુકીંગ ને થોડા દિવસો ની અંદર શરૂ કરી દેવા માં આવી શકે છે. 👉 જ્યારે રિલાયન્સ જિયો કે ગૂગલે આવનારા જીઓફોન નેક્સ્ટ સ્માર્ટફોનની સ્પષ્ટીકરણો શેર કરી નથી, બંને કંપનીઓએ કહ્યું છે કે ફોન ગૂગલના એન્ડ્રોઇડ ઓએસના અત્યંત કસ્ટમાઇઝ્ડ વર્ઝન પર ચાલશે. જીઓફોન નેક્સટ ને 5.5 ઇંચનું ડિસ્પ્લે મળશે. તે ક્યુઅલકોમના 215 પ્રોસેસર દ્વારા 2જીબી રેમ સાથે જોડવામાં આવે તેવી અપેક્ષા છે. કેમેરા ફ્રન્ટ પર, જિયોફોન નેક્સ્ટ 13 એમપી રીઅર કેમેરા અને 2 એમપી સેલ્ફી કેમેરા સાથે આવે તેવી અપેક્ષા છે. તેને 2,500 એમએએચની બેટરી આપવામાં આવશે તેવી અપેક્ષા છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : ગુજરાતી ગીઝબોટ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
56
12
અન્ય લેખો