શાકભાજી પાક બટાકા ની ખેતી પદ્ધતિ !
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
શાકભાજી પાક બટાકા ની ખેતી પદ્ધતિ !
જમીનની તૈયારી : 👉આગલા પાક ના જડીયા વીણી, બે થી ત્રણ ઉંડી ખેડ કરી જમીન તૈયાર કરવી 👉જમીનની હળદ્રુપતા જળવાઈ રહે તે માટે સારૂ કહોવાયેલું છાણીયું ખાતર 25-30 ટન અને એક ટન દિવેલી ખોળ હેક્ટરમાં નાખી જમીન ખેડી ભેળવી દેવું. વાવણી સમય : 👉બટાટાનો પાક તાપમાન ઉપર આધારિત હોઈ તેનું વાવેતર ૧૫ મી નવેમ્બરની આજુબાજુ કરવું હિતાવહ છે, વધુ વહેલું કે મોડું વાવેતર કરવાથી ઉત્પાદન ઓછું મળે છે. બિયારણની પસંદગી : 👉સારી ગુણવત્તા ધરાવતું રોગમુક્ત બિયારણ પસંદ કરવું જોઈએ. 👉બહારના રાજ્યોમાંથી જયારે બીજ લાવવાનું થાય ત્યારે તે બટાટાના બીજ જન્ય રોગો જેવા કે કોમન ફેબ, ચાઠાના રોગ થી મુક્ત હોવું જોઈએ. 1 બટાટાની જાત વધારે ઉત્પાદન આપતી હોવી જોઈએ. 2. રોગ અને જીવાત સામે પ્રતિકારક શક્તિ ધરાવતી હોવી જોઈએ 3. કંદ નો રોગ, ચમક અને આકાર સારા હોવા જોઈએ, 4. પસંદ કરેલ જાતની સંગ્રહ શક્તિ સારી હોવી જોઈએ. 👉એગ્રોસ્ટાર એપ માં માહિતી જાણવા માટે ફોલો કરો જે માટે અહીં👉 ક્લિક કરો ulink://android.agrostar.in/publicProfile?userId=558020 સંદર્ભ : એગ્રોસ્ટાર ઇન્ડિયા. આપેલ માહિતી ને લાઈક 👍કરી નીચે આપેલ વિકલ્પ દ્વારા અન્ય ખેડુ મિત્રો ને અવશ્ય શેર કરો.
34
11
અન્ય લેખો