AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
શાકભાજીની ખેતી કરીને બનો માલામાલ
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
શાકભાજીની ખેતી કરીને બનો માલામાલ
🥬આજના સમયમાં મોટાભાગના લોકો પોતાની આવક વધારવા માટે નોકરીને બદલે બિઝનેસ કરવામાં રસ ધરાવે છે. ત્યારે જો તમ પણ બિઝનેસ કરવા માંગો છો તો અમે તમારી માટે એક સારો બિઝનેસ આઈડિયા લઈને આવ્યા છીએ. તમે ખેતી કરીને પણ બમ્પર આવક મેળવી શકો છો. જોકે આ માટે તમારે પરંપરાગત ખેતી છોડીને રોકડિયા પાક તરફ વળવું પડશે. 🥬કોલર્ડ ગ્રીન્સ પૌષ્ટિક પાંદડાવાળી લીલી શાકભાજી છે, જે ઘણી પ્રકારની આબોહવામાં ઉગાડી શકાય છે. ભારતમાં તેને હકા સાગ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ શાકભાજી ખાસ કરીને વરસાદની ઋતુમાં અથવા ઠંડા હવામાનમાં ઉગાડવામાં આવે છે. કોલાર્ડ ગ્રીન્સના લીલા છોડ ઊંચા તાપમાનને સહન કરી શકતા નથી. તેથી ઉનાળાની ઋતુમાં તેનું વાવેતર કરી શકાતું નથી. 🥬કોલાર્ડ ગ્રીન્સની ખેતી કરવા માટે જમીનની pH વેલ્યુ 6.0 અને 6.8ની વચ્ચે હોવી જોઈએ. જમીનમાં તેના બીજને અડધો ઇંચ ઊંડે અને 12થી 18 ઇંચના અંતરે વાવવામાં આવે છે. આ દરમિયાન જમીનમાં ભેજ હોવો જોઈએ. તેમજ જમીનમાં પાણીનો ભરાવો ન થવો જોઈએ. કોલાર્ડ ગ્રીન્સની ખેતીને નિયમિત સિંચાઈની જરૂર પડે છે. આ સાથે તમે જીવાત લાગવાનું જોખમ રહેલું હોય છે. ત્યારે જંતુઓથી પાકનો બચાવ કરવો પણ ખૂબ જ જરૂરી છે. 🥬જ્યારે આ છોડના પાંદડા મોટા અને ઘેરા લીલા રંગના થઈ જાય, ત્યારે આ પાંદડા તોડી લો. કોલાર્ડ ગ્રીન્સ વાવણી કર્યા બાદ 5-6 અઠવાડિયામાં એટલે કે લગભગ 2 મહિનામાં તૈયાર થાય છે. ત્યારબાદ તમે તેના તાજા પાનનો ઉપયોગ કરી શકો છો. જોકે થોડા સમય માટે તેને સ્ટોક પણ કરી શકાય છે. 🥬કોલાર્ડ ગ્રીન્સને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેનું સેવન કરવાથી બ્લડ શુગર લેવલ નિયંત્રણમાં રહે છે. તેના સેવનથી કુદરતી રીતે ઈન્સ્યુલિન ઉત્પન્ન થાય છે. જેથી તે ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ ઈલાજ છે. કોલાર્ડ ગ્રીન્સમાં રહેલા પોષક તત્વો વજન ઘટાડવામાં અને ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. 🥬કોલાર્ડ ગ્રીન્સથી થશે બમ્પર આવકઃ બજારમાં કોલાર્ડ ગ્રીન્સની માંગ દિવસેને દિવસે વધી રહી છે. તેનો એક ગુચ્છો માર્કેટમાં લગભગ 100 રૂપિયામાં વેચાય છે. ત્યારે તમે અનુમાન લગાવી શકો છો કે ખેડૂતો માત્ર બે મહિનામાં જ કોલાર્ડ ગ્રીન્સમાંથી મોટી આવક મેળવી શકે છે. 👍 સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
23
0
અન્ય લેખો