AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
શાકભાજીના રાજા ગણાતા બટેટાના ભાવ આસમાને પહોંચ્યા
કૃષિ વાર્તાગુજરાત સમાચાર
શાકભાજીના રાજા ગણાતા બટેટાના ભાવ આસમાને પહોંચ્યા
શાકભાજીના રાજા ગણાતા બટેટા તેમજ ઓળાના રીંગણાના ભાવ થોડા સમયથી આસમાને પહોંચ્યા છે. ઓળાના રીંગણા તેમજ બટેટાના ભાવમાં વધારો થતા ગૃહિણીઓ અન્ય શાકભાજી તેમજ કઠોળ તરફ વળ્યા છે. સામાન્ય રીતે સ્વાસ્થ્યવર્ધક ઋતુ શિયાળામાં શાકભાજીના ભાવ પ્રમાણમાં વધુ હોય છે. શાક માર્કેટના સૂત્રોના જણાવ્યા અનુસાર શિયાળામાં ઓળાની માંગ વધી રહી છે તેના પ્રમાણમાં માલની આવક વિવિધ કારણસર ઓછી થતા ઓળાના રીંગણાના ભાવ વધી રહ્યા છે. સારી કવોલીટીના ઓળાના રીંગણા રૂ. 60 થી વધી રહ્યા છે.
બટેટાના જથ્થાબંધ અને છુટક વિક્રેતાઓના જણાવ્યા મુજબ પંજાબ સહિતના પ્રાંતમાં બટેટાનો વિપુલ પ્રમાણમાં પાક નિષ્ફળ જતા ત્યાંથી આવક ઘટી ગઈ છે. તેના કારણે હજુ પણ આગામી તા. 1 જાન્યુઆરી સુધી બટેટાના ભાવ ઉંચે જ રહેશે. એક સમયે રૂ ૧૨ થી ૧૫ ના કિલોના ભાવે મળતા બટેટાના ભાવ કિલોએ રૂ. 25 થી 30 નો થયેલ છે.જે હવે વધીને રૂ. 40ના ભાવે આંબે તો પણ નવાઈ નહી રહે._x000D_ _x000D_ સંદર્ભ - ગુજરાત સમાચાર, 19 ડિસેમ્બર 2019_x000D_ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો._x000D_
15
0
અન્ય લેખો