ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
શાકભાજીના પાકોમાં મલ્ચીંગ અપનાવો અને જીવાત-રોગ ઘટાડો !
👉 મુખ્ય પાકના છોડની આજુબાજુ આવેલ ખુલ્લી જમીનને પાકના અવશેષો, ઘાસ કે પછી પ્લાસ્ટિક વડે ઢાંકવાની પ્રક્રિયાને મલ્ચીંગ (આવરણ) કહેવામાં આવે છે. 👉 શાકભાજીની ખેતીમાં ખેડૂતો હવે મલ્ચીંગનો ઉપયોગ કરતા થયા છે. 👉 પાકના અવશેષો (પાકની આડપેદાસ) જેમ કે સુકું ઘાસ, કેળના પાંદડા, શેરડીના પાન, નારિયેળના પાન, લાકડાનો વ્હેર, મગફળીના ફોતરા અથવા તો ખાસ પ્રકારના પ્લાસ્ટિકનો ઉપયોગ થતો હોય છે. 👉 કાળા અથવા સફેદ પારદર્શક પ્લાસ્ટીકનો ઉપયોગ મલ્ચીંગમાં કરી શકાય. 👉 સફેદ પ્લાસ્ટીકનો ઉપયોગ કરવાથી ઉનાળમાં જમીનનો તાપમાન નીચે લાવી શકાય છે જે છોડને ઉગવામાં અને વિકાસ માટે જરુરી છે. 👉 પ્લાસ્ટિક મલ્ચીંગમાં એલડીપીઇ અથવા એચડીપીઈ પ્રકારના વપરાય છે. 👉 સફેદ પારદર્શક પ્લાસ્ટિક મલ્ચીંગ વાપરવાથી પાકમાં મોલો, સફેદમાખી અને થ્રીપ્સ જેવી ચૂસિયાં જીવાતથી ઓછું નુકસાન થાય છે અને આવા કીટકોથી ફેલાતા વિષાણૂંજન્ય રોગ પણ ઓછો રહે છે. 👉 ટામેટી, રીંગણ જેવા પાકમાં પ્લાસ્ટીક મલ્ચીંગના ઉપયોગથી નેમેટોડાથી થતું નુકસાન ઘટે છે. 👉 પીળા રંગના પ્લાસ્ટીકથી ચૂંસિયા જીવાત આકર્ષાય છે. પ્લાસ્ટીક ઉપર દવાનો છંટકાવ કરી જીવાતનો નાશ કરી શકાય. 👉 રંગીન પ્લાસ્ટીક મલ્ચીંગને લીધે ટામેટામાં વાયરસથી થતો રોગ (ટોમેટો વીલ્ટ વાયરસ)નું પ્રમાણ ઘટાડી શકાય છે. 👉 પ્લાસ્ટીક મલ્ચીંગને લીધે જમીનમાં ભેજનું પ્રમાણ જળવાઇ રહે છે અને પિયતની જરુરિયાત ઓછી રહે છે અને સાથે સાથે ઉધઇથી થતા નુકસાનને પણ ઘટાડી શકાય છે. 👉 આવરણને લીધે ખેતરમાં નિંદામણનું પ્રમાણ નહિવત રહેતો હોવાથી તેના ઉપર નભતી જીવાતની વસ્તિ ઉપર કાબૂં મળે છે. 👉 કૃત્રિમ આવરણથી જમીન જન્ય ફૂગથી થતા રોગોનો ઘટાડો થતો હોય છે. 👉 પાકની પરિપકવતા વહેલી આવે અને ઉત્પાદની ગુણવત્તામાં સુધારો થતો હોય છે. 👉 જમીનનું બંધારણ સુધરે છે. 👉 પ્લાસ્ટીક મલ્ચીંગમાં વપરાતા પ્લાસ્ટિકનો પર્યાવરણને હાની ન પહોંચે તે રીતે નાશ કરવું. તાજેતરમાં બાયોડીગ્રેડેબલ પ્લાસ્ટિક મલ્ચીંગ ઉપલબ્ધ થયા છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
21
5
અન્ય લેખો