AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
શરૂ કરો આ કામ, દર મહિને થશે હજારોની આવક, સરકાર કરશે મદદ !
સમાચારVTV ન્યૂઝ
શરૂ કરો આ કામ, દર મહિને થશે હજારોની આવક, સરકાર કરશે મદદ !
👉 નવો વ્યવસાય શરૂ કરતી વખતે બે વસ્તુઓ મહત્વપૂર્ણ હોય છે. પહેલી વ્યવસાયમાં રોકાણ કેટલું હશે. બીજુ વ્યવસાયથી કેટલો નફો થશે. જેથી આજે અમે તમને એવા બિઝનેસ વિશે જણાવી રહ્યાં છે જેની ખૂબ જ ડિમાન્ડ રહે છે અને ખાસ કરીને બાળકોને તે ખૂબ જ પસંદ હોય છે. સાથે જ હાલ કોરોના કાળમાં પણ આ બિઝનેસ વધુ પ્રોફિટ કરાવી શકે છે. આ વ્યવસાય શરૂ કરવા માટે તમારે ફક્ત 2 લાખ રૂપિયા જ રોકાણ કરવું પડશે. આ કામમાં કેન્દ્ર સરકાર તમને મદદ કરશે. સરકારની મુદ્રા સ્કીમ હેઠળ લોન સરળતાથી મળી રહી છે. આ સ્કીમ હેઠળ સરકારે અલગ- અલગ બિઝનેસ શરૂ કરવા માટે પ્રોજેક્ટ રિપોર્ટ પણ તૈયાર કર્યા છે. 👉 ઘરથી લઈને હોટલ, રેસ્ટોરન્ટ, કેન્ટીન અને ફૂડ સ્ટોલ પર ટામેટાના કેચઅપ અને સોસનો ખૂબ ઉપયોગ કરવામાં આવે છે. તેના માટે વધુ રોકાણ કરવાની પણ જરૂર પડતી નથી. આ સિવાય તમે દર મહિને 50 હજાર રૂપિયા કમાણી શકો છો. 👉ઓનલાઈન લઈ શકો છો લાઈસન્સ આ બિઝનેસ શરૂ કરવા માટે તમારી પાસે લાઈસન્સ હોવો જરૂરી છે. આ fssai દ્વારા જારી કરવામાં આવશે. તમે ઓનલાઈન પણ લાઈસન્સ ખરીદી શકો છો. જે 10-15 દિવસમાં મળી જાય છે. 👉 કરી શકો છો સર્ટિફિકેશન કોર્સ સોસ બનાવવા માટે આમ તો પાંચ લોકોની જરૂર હોય છે પરંતુ પ્રોડક્ટની માર્કેટિંગ માટે પણ તમારે 4-5 લોકો જોઈશે. મેન્યુફેક્ચરિંગ માટે જે લોકો આ કામ કરી ચૂક્યા છે એવા 6 મહિનાનો અનુભવ ધરાવતા લોકો હોવા જોઈએ અથવા કોઈ સંસ્થામાંથી ફૂડ પ્રોસેસિંગનો કોર્સ પણ કરી શકાય છે. 👉 કેવી રીતે મળશે લોન મુદ્રા યોજના હેઠળ લોન માટે તમારે સરકારી અથવા બેંક શાખામાં અરજી કરવી પડશે. જો તમે તમારો પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગો છો, તો તમારે અન્ય દસ્તાવેજો આપવાના રહેશે જેમાં ઘર માલિકી અથવા ભાડાના દસ્તાવેજો, કામ સાથે સંબંધિત માહિતી, આધાર, PAN નંબર સામેલ છે. તપાસ બાદ બેંક મેનેજર લોન મંજૂર કરે છે. અરજી કેવી રીતે કરવી 👉 તમે આ માટે પ્રધાનમંત્રીની નાણાં યોજના હેઠળ કોઈપણ બેંકમાં અરજી કરી શકો છો. આના માટે તમારે ફોર્મ ભરવાનું છે જેમાં નામ, સરનામું, વ્યવસાયનું સરનામું, શિક્ષણ, વર્તમાન આવક અને કેટલી લોન જોઇએ છે. આમા કોઈ પ્રોસેસિંગ ફી અથવા ગેરેંટી ફી હોતી નથી. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : VTV ન્યૂઝ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
24
7