AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
શરુ થઇ ગઈ છે બીજા તબક્કાની તૈયારી, નવા એલપીજી કનેક્શન મફત !
સમાચારGSTV
શરુ થઇ ગઈ છે બીજા તબક્કાની તૈયારી, નવા એલપીજી કનેક્શન મફત !
સામાન્ય રીતે જો તમે નવું એલપીજી કનેક્શન લેવા માટે જાવ છો તો તમારા આરામથી પાંચ થી છ હજાર રૂપિયાનો ખર્ચ થઇ જાય છે અને ત્યારબાદ તમારા ઘરે એલપીજી સિલિન્ડર આવે છે પરંતુ, હાલ સરકાર આ એલપીજી કનેક્શનના ખર્ચને ઘટાડવા માટે એક નવી યોજના લાવી છે. 👉 આ યોજના છે પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના. આ યોજના અંતર્ગત તમે પણ ફ્રી માં એલપીજી કનેક્શન મેળવી શકો છો. તમને ખ્યાલ ના હોય તો જણાવી દઈએ કે, હાલ સરકારી ઓઈલની કંપનીઓ ઉજ્જવલા યોજનાના બીજા તબક્કાની તૈયારી કરી રહી છે. જો તમે પણ ઈચ્છો તો આ સુવિધાનો લાભ ઘરેબેઠા લઇ શકો છો. આ સ્કીમ અંતર્ગત હવે એ લોકો પણ એલપીજી કનેક્શનનો લાભ લઇ શકશે કે, જેમની પાસે સ્થાયી સરનામુ નથી. 👉 જાણો કોને-કોને મળશે આ યોજનાનનો લાભ ? આ યોજનાનો લાભ શહેરમાં વસવાટ કરતા ગરીબ લોકોને મળશે. આ સાથે જ આ યોજનાનો લાભ જે લોકોની નોકરી વારંવાર બદલતી રહેતી હોય છે તેમને પણ મળશે. તમને જણાવી દઈએ કે, આ સ્કીમ અંતર્ગત વિત્તમંત્રી નિર્મલા સીતારમન પહેલા જ એક કરોડ જેટલા ગેસ કનેક્શન માટેની જાહેરાત કરી ચુકી છે. 👉 વર્ષ 2016માં બહાર પડી આ યોજના : પ્રધાનમંત્રીએ 1 મે, 2016 ના રોજ પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજનાની શરૂઆત કરી હતી. સરકારે ધુમાડાથી થતા નુકશાનને ધ્યાનમાં રાખીને મહિલાઓને ફરી ગેસ કનેક્શન પૂરું પાડવા માટે આ યોજના બહાર પાડી હતી. આ યોજના અંતર્ગત તમે ઘરેબેઠા જ મફત ગેસ સિલિન્ડર માટે અરજી કરી શકો છો. જે મહિલા અરજી કરે છે તેમની ઉમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ તથા તેમની પાડે બેન્ક ખાતુ અને બીપીએલ કાર્ડ હોવું જોઈએ. 👉 આ રીતે કરો ઓનલાઇન અરજી : આ માટે તમારાએ સૌથી પહેલા તો ગેસ કનેક્શનની ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે. pmujjwalayojana.com પર જઈને ક્લિક કરો. ત્યારબાદ હોમપેજ પર ડાઉનલોડ ફોર્મ પર જઈને ક્લિક કરો. હવે આ ફોર્મમાં તમારું નામ, ઈ-મેઇલ આઈડી, ફોન નંબર અને કેપ્ચા કોડ એન્ટર કરો. હવે ઓટીપી જનરેટ કરીને ત્યારબાદ આ ભરેલા ફોર્મને ડાઉનલોડ કરો. 👉 આ ફોર્મને નજીકની એલપીજી ગેસ એજન્સીમાં જમા કરાવો : હવે તમે આ ફોર્મને લઇ જઈને તમારા ઘરની નજીકની એલપીજી ગેસ એજન્સીમાં જઈને જમા કરાવો. આ ફોર્મ જમા કરાવતા સમયેતમારે તમારું આધાર કાર્ડ, એડ્રેસ પ્રૂફ માટે ચૂંટણી કાર્ડ અથવા તો લાઈટબીલ, બીપીએલ કાર્ડ અને પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ. આ બધા જ ડોક્યુમેન્ટ વેરીફાઈ કરીને ત્યારબાદ તમને નવું એલપીજી કનેક્શન મળી શકે છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : GSTV. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
15
2
અન્ય લેખો