શરદ પૂનમે આ રીતે કરો લક્ષ્મીજીની પૂજા !
સલાહકાર લેખVTV ગુજરાતી
શરદ પૂનમે આ રીતે કરો લક્ષ્મીજીની પૂજા !
• શરદ પૂનમના દિવસે કરો લક્ષ્મીજીની પૂજા • મોટી મોટી પરેશાનીનો આવી જશે અંત • શરદ પૂનમની રાત્રે તમારી તકલીફો થશે દૂર શરદપૂનમના દિવસે સિદ્ધ યોગ પણ છે, આવામાં કેટલાક ખાસ ઉપાય કરીને મહાલક્ષ્મીની પૂજા કરશો તો દેવીની કૃપા વરસશે. જો તમે અસ્થમાની બિમારીથી પરેશાન છો તો આજે રાત્રે 2મુખી રુદ્રાક્ષને હાથમાં લઇને ચન્દ્રદેવને જળથી અર્ઘ્ય આપો, બંને હાથ જોડીને પ્રાર્થના કરો અને રુદ્રાક્ષને ગળામાં ધારણ કરી લો. જો તમે પૈસા બાબતે હેરાન થાઓ છો તો આજે રાત્રે સફેદ કપડામાં 5 કોડી લઇને પોટલી બાંધી દો અને એવી જગ્યાએ રાખી દો જ્યાં ચંદ્રની રોશની પડતી હોય, આખી રાત તેને ત્યાં રાખી મુકો અને સવારે તે પોટલીને તમારી તિજોરીમાં મુકી દો. જો તમને લાગે છે કે તમારુ મન કમજોર છે તો તમારે ચંદ્રયંત્રની સ્થાપના કરવી જોઇએ. જો આ યંત્ર ઉપલબ્ધ ન હોય તો સફેદ કાગળ અને લાલ પેનથી દોરી દો. બાદમાં ચંદ્રના જાપ કરીને તેને ગળામાં પહેરી લો. જો છેલ્લા થોડા સમયથી તમારી લવલાઇફમાં કકળાટ થઇ રહ્યો છે અને તમારા લવમેટ તરફથી તમારુ ધ્યાન નથી હટી રહ્યું તો ચાંદીથી બનેલી એક વીંટી કે જેમાં મોતી હોય તેને લઇને ચંદ્રના મંત્રથી અભિમંત્રિત કરો. જેના માટેનો મંત્ર છે, 'ॐ श्रां श्रीं श्रौं स: चन्द्रमसे नम:' બાદમાં એક વાટકીમાં આ વીંટીને રાખીને આખી રાત રહેવા દો. બીજા દિવસે સવારે સ્નાન કરીને તેને ધારણ કરો. તમે ડિપ્રેશનમાંથી બહાર આવી જશો અને તમારા લવમેટ સાથેનો કકળાટ પણ બંધ થઇ જશે. જો તમે જાતે નિર્ણય લેવામાં સક્ષમ નથી તો વિષ્ણુ ભગવાન સામે દીવો પ્રગટાવો અને હાથ જોડીને પ્રણામ કરી થોડો સમય ધ્યાનની મુદ્રામાં બેસો, આવું કરવાથી તમે દરેક નિર્ણય લેવામાં સક્ષમ થઇ જશો. સંદર્ભ : VTV ગુજરાતી. માહિતી ને લાઈક કરી અન્ય ને શેર કરો.
15
6
અન્ય લેખો