યોજના અને સબસીડીRohan Info
વ્હાલી દીકરી યોજના, દીકરીને મળશે લાખ રૂપિયા થી વધુની સહાય !
📢 ગુજરાત રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે કન્યાઓ માટે પ્રતિષ્ઠિત યોજના "વ્હાલી દિકરી યોજના" શરૂ કરી છે.
કોને મળશે લાભ અને શું છે તેના ફાયદા :
📢 તા.02/08/2019 કે ત્યાર પછી જન્મેલી દીકરીઓ ને આ લાભ મળવા પાત્ર રહેશે.(દીકરી જન્મના એકવર્ષ ની સમયમર્યાદા માં નિયત નમુના ના આધારે પુરાવા સહિત ની અરજી કરવાની રહેશે.)
📢 દંપતીની પ્રથમ 3 બાળકો પૈકી ની તમામ દીકરીઓને યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે.
📢 અપવાદરૂપ કિસ્સામાં બીજી/ત્રીજી પ્રસ્તુતિ વખતે કુટુંબમાં એક કરતાં વધારે દીકરીઓનો જન્મ થાય અને દંપતીની દીકરીઓની સંખ્યા ત્રણ કરતાં વધારે થતી હોય તો પણ તમામ દીકરીઓ ને આ
યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
📢 બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006ની જોગવાઈઓ મુજબ પુખ્તવયે લગન કરેલ હોય તેવા દંપતીની દીકરીઓને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
જરૂરી ડોક્યુમેન્ટ :
📢 દીકરીના માતા-પિતાનો સંયુક્ત આવકનો દાખલો (2,00,000 થી ઓછી આવક મર્યાદા)
📢 દીકરીના માતા-પિતા ના આધારકાર્ડ દીકરીના માતા-પિતા નો જન્મનો પુરાવો (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/જન્મ નો દાખલો)
📢 દીકરીના માતા-પિતા નું રહેઠાણ નો પુરાવો (લાઈટ બીલ/વેરાબિલ)
📢 દીકરીનો જન્મ નો દાખલો
📢 યોજનાનું ફોર્મ અને લાભ લેવા જીલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી ની કચેરી, ગ્રામપંચાયત, યુસિડી સેન્ટર અથવા સ્થાનિક આંગણવાડી નો સંપર્ક કરવો.
સંદર્ભ : Rohan Info.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.