AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વેસ્ટ માંથી બેસ્ટ ! વધેલા ભાત કરશે જીવાતનું નિયંત્રણ !
વેસ્ટમાંથી બેસ્ટgujaratilekh
વેસ્ટ માંથી બેસ્ટ ! વધેલા ભાત કરશે જીવાતનું નિયંત્રણ !
🍚 ઘણી વખત એવું થાય છે કે આપણા ઘરમાં જે ભાત બનાવ્યો હોય છે તે વધી પડે છે અને આપણે તેને ફેંકી દઈએ છીએ. પણ જણાવી દઈએ કે, આપણે આપણા ઘરે કે ખેતરમાં ઉગાડેલા છોડ માટે સરળતાથી તેનો ઉપયોગ કરી શકીએ છીએ. તેના ફાયદા પણ જબરજસ્ત છે. 🍚 વધેલા ભાતમાંથી બાયો એન્ઝાઈમ તૈયાર કરી શકો છો. તે પ્રાકૃતિક રૂપથી બને છે. તે ખુબ જ સરળતાથી બની જાય છે અને છોડમાં લાગતી નાની નાની જીવાત માટે ઘણી અસરદાર છે. તેના માટે પ્લાસ્ટિકની બોટલ, વધેલા ભાત અને ગોળની જરૂર પડશે. 🍚 સૌથી પહેલા તમારે પ્લાસ્ટિકની બોટલ લેવાની છે. લગભગ 2 લીટરની બોટલ લેવાની છે. સાથે જ તમારે 300 ગ્રામ ભાત લેવાના છે. જરુરી નથી કે એક જ દિવસના ભાત લેવા. બે ત્રણ દિવસમાં ભેગા થતા ભાત લઇ શકો છો અને 100 ગ્રામ ગોળ લેવાનો છે. 🍚 બોટલને 80 ટકા પાણીથી ભરવાની છે તેમાં ભાત અને ગોળનું મિશ્રણ તૈયાર કરી તેમાં નાખી દેવાનું છે અને તેના પર તારીખ લખી દેવાની છે. તેને સારી રીતે હલાવી લેવાનું છે. શરૂઆતમાં તેમાં ગેસ બનશે તેને ઢાંકણ ખોલીને બહાર નીકળી જવા દેવાનો છે અને પાછું ઢાંકણ બંધ કરી દેવાનું છે. થોડા થોડા દિવસે ગેસ કાઢતા રહેવાનો છે. સમય જતા ગેસ બનવાની પ્રક્રિયા ઓછી થઈ જશે. 🍚 લગભગ 3 મહિનામાં ભાતમાંથી જંતુનાશક બનીને તૈયાર થઈ જાય છે. બોટલમાં ઉપરની તરફ જે પ્રવાહી હોય છે તે જંતુનાશક તરીકે ઉપયોગમાં લેવાય છે. તે બની જાય પછી તેને ગાળીને તેનો ઉપયોગ કરવાનો છે. 1 લીટર પાણીમાં 20 મીલીલીટર પ્રવાહી નાખવાનું છે (ભાતમાંથી તૈયાર કરેલું). અને તેને છોડ પર સ્પ્રે કરવાનું છે. તેને પાણીમાં નાખ્યા વગર સીધું છોડ પર નથી નાખવાનું. 🍚 જો તમે ઈચ્છો છો કે છોડનો વિકાસ થતી રહે તો 10 મીલીલીટર ભાતમાંથી બનેલું જંતુનાશક લઇ તેને પાણીમાં મિક્સ કરી દર 15 થી 21 દિવસમાં આખા છોડ પર તેનો છંટકાવ કરી દો. મોટાભાગના દરેક છોડ માટે આ જંતુનાશક કારગર છે. કોઈ પણ ઋતુમાં તેનો ઉપયોગ કરી શકો છો. પણ ઉનાળામાં તેની માત્રા ઓછી કરી દો. સંદર્ભ : gujaratilekh, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
89
27