ક્ષમા કરશો, આ લેખ તમે પસંદ કરેલ ભાષામાં ઉપલબ્ધ નથી.
એગ્રી શોપ ટૂંક સમયમાં તમારા રાજ્યમાં ઉપલબ્ધ થશે.
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
વેલાવાળી શાકભાજી
વેલાવાળી શાકભાજી ના ફૂલો મોનોશીઅસ છે, એટલે કે નર અને માદા ફૂલો અલગ છે પરંતુ એક જ વેલા પર વધે છે. આવા ફૂલોનું પરાગનયન મુખ્યત્વે કીટકો દ્વારા થાય છે. વેલાવાળી શાકભાજી કુટુંબની મુખ્ય શાકભાજી તરબૂચ, શક્કરટેટી, કોળું, ગલકા, દુધી, પેઠા, પરવલ, કાકડી, ટીન્ડા, કારેલા, ખીરા કાકડી વગેરેનો સમાવેશ થાય છે. હવામાન અને જમીન: વેલાની વૃદ્ધિ 25 થી 30 ડિગ્રી સેલ્શિયસમાં વધુ સારી રહે છે. આ શાકભાજી હિમથી વધુ પ્રભાવિત થાય છે. પાણીની નિતાર ક્ષમતા સારી હોય તેવી ઉપજાઉ ગોરાડું જમીન આ પાક માટે યોગ્ય છે. આ પાકની ખેતી ઉનાળો તેમજ વરસાદ, બંને ઋતુઓમાં કરવામાં આવે છે.
વાવણીની ઋતુ તરબૂચ, શક્કરટેટી અને કાકડીનું વાવેતર ફેબ્રુઆરી-માર્ચમાં; ગલકા, દુધી, કોળું, કારેલા અને ટીન્ડાનું વાવેતર ઉનાળાના પાકો તરીકે ફેબ્રુઆરી-માર્ચમાં અને જૂન-જુલાઇમાં ચોમાસાના પાક તરીકે વાવેતર કરવાની સલાહ આપવામાં આવે છે. રોગોના નિવારણ માટે, વાવણી પહેલાં, બિયારણને થાયરમ 2 ગ્રામ પ્રતિ કિગ્રા બિયારણ ના પ્રમાણમાં પ્રક્રિયા કરવી જોઈએ. વાવણીનો સમય આ હકીકત પર આધાર રાખે છે કે આ શાકભાજી નદીના પટ્ટમાં અથવા સાદી જમીન પર વાવેતર કરવામાં આવે છે. આગોતરા પાકની ખેતી કરવા માટે નીચેના પગલાં લેવા જોઈએ. બીજનું અંકુરણ 20 ડિગ્રી સેલ્સિયસથી નીચેના તાપમાનમાં યોગ્ય રીતે થતું નથી, એટલે બિયારણ સીધા ખેતરમાં વાવેતર ન કરવું જોઇએ પરંતુ પ્લાસ્ટિકની કોથળીમાં વાવેતર કરવું. 1/3 ભાગ ચીકણી માટી, 1/3 ભાગ રેતી અને 1/3 ભાગ છાણમાં બિયારણ ભેગા કરો. કોથળી દીઠ 2 બિયારણનું વાવેતર કરી શકાય છે. આ કોથળી પોલીથીન વડે ઢાંકી દેવી. પ્રક્રિયા કરેલ ખેતરમાં યોગ્ય તાપમાને બિયારણ વાવવા. ખેતરમાં બિયારણ સીધા રોપવા માટે, વાવણી પહેલાં 24 કલાક સુધી તેમને બોળવા, પછી તેમને 24 કલાક માટે કંતાનમાં રાખવા. યોગ્ય તાપમાને બિયારણનું વાવેતર થાય તો અંકુરણ પ્રક્રિયા ઝડપી થાય છે. તે પછી, ખેતરમાં બીજનું વાવેતર કરી શકાય છે. આનાથી અંકુરણની ટકાવારી વધારે છે.
189
0
સંબંધિત લેખ