AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વેલાવાળી શાકભાજીના પાકની ખેતી માટે માંડવા પદ્ધતિનો ઉપયોગ કરો
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
વેલાવાળી શાકભાજીના પાકની ખેતી માટે માંડવા પદ્ધતિનો ઉપયોગ કરો
જો વેલાવાળી શાકભાજીના વેલને વ્યવસ્થિત પધ્ધતિથી વાળવામાં આવે અને આધાર આપવામાં આવે તો પાકની વૃદ્ધિ સારી થાય છે અને ઉપજની ગુણવત્તા સારી થાય છે. વેલને વાળવાની અને આધાર આપવાની પધ્ધતિ- • બિયારણ વાવ્યા બાદ 10 થી 15 દિવસમાં છોડવા દેખાય છે. • અંકુરણ બાદ સારી રીતે ઉછરેલ છોડને રાખવું અને બાકીનાને કાઢી નાખવા. • 1 ફૂટની ઉંચાઈની ટટ્ટાર લાકડી વેલા પાસે લગાવો અને લાકડીને સૂતળી સાથે બાંધો અને સૂતળીને છોડ ઉપરથી સમાંતર પસાર થતા તાર સાથે બાંધો. • વેલને સમયાંતરે સૂતળી પરથી ખેંચો, જેથી પવનને કારણે વેલ નીચે પડી જશે નહિ. • મુખ્ય વેલની સારી વૃદ્ધિ માટે, બાજુની ડાળીઓ કાપવી જરૂરી છે. વેલ તારના એક ફૂટ નીચે આવ્યા બાદ, બાજુની ડાળીઓ કાપવાનું બંધ કરો. ત્યાર બાદ તેમને માંડવાની તાર પર 3 થી 4 ફૂટ સુધી ફેલાવો.
માંડવો બાંધવાના ફાયદા- • જયારે વેલાવાળી શાકભાજીના વેલને આધાર આપેલ હોય તો, તેની સારી વૃદ્ધિ થાય છે. વેલા 6 થી 7 મહિના માટે સારા રહે છે. જો તે જમીન પર હોય તો, તે 3 મહિના સુધી જ સારા રહી શકે છે. • વેલાવાળી શાકભાજીના પાંદડા અને ફળો જમીન સાથે સંપર્કમાં ન આવવા જોઈએ. સારી હવાની આવર જવરને કારણે સડો, જીવાત અને રોગ લાગવાની સંભાવના ખૂબ ઓછી રહે છે. • છંટકાવ પણ સારી રીતે કરી શકાય. વેલાવાળી શાકભાજી સારી રીતે વૃદ્ધિ પામે છે અને ફળોના રંગ અને ગુણવત્તા જળવાઈ રહે છે. • પાકની ચૂંટણી અને હાથ વડે નિંદામણ પણ સરળતાથી થઇ શકે. • પાકની બે લાઈનની વચ્ચે, ઓછા સમયનો આંતરપાક દા.ત 1 થી 2 મહિના માટે ઉગાડી શકાય. એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
375
5