AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વેલાવાળા શાકભાજીમાં ફળ માખીનું નિયંત્રણ !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
વેલાવાળા શાકભાજીમાં ફળ માખીનું નિયંત્રણ !
👉 ઉનાળા દરમ્યાન ખેડૂતો પરવળ, કારેલા, ટીંડોરા, તરબૂચ, ટેટી જેવા શાકભાજી અને ફળ પાકો કરતા હોય છે. આવા પ્રકારના શાકભાજી મુખ્યત્વે ફળ માખી વધારે પડતી નુકસાન કરતી હોય છે. 👉 આ જીવાતના નુકસાનના લીધે ફળનો આકાર પણ બદલાઇ જતો હોય છે. ફળ પરિપક્વ થાય તે પહેલા ખરી પડતા હોય છે. નિયંત્રણ માટે વાડી ચોખ્ખી રાખવી અને ખરી પડેલા અને વિણી વખતે અગલ તારેવેલ નુકસાનવાળા ફળો ભેગા કરી જમીનમાં દાટી દેવા. 👉 વાડીમાં ફળ માખી માટે મળતા ક્યુ લુર યુક્ત પ્લાયવુડના ટ્રેપ હેક્ટરે ૧૬ પ્રમાણે ગોઠવવા. 👉 આવા ભૂલથી પણ મિથાઇલ યુજીનોલના ટ્રેપ્સ મૂંકવા નહિ, આનાથી આ ફળ માખી આકર્ષાઇને પકડાતી નથી. 👉 ફળમાખીની ઇયળ ફળની અંદર રહી નુકસાન કરતી હોવાથી કોઇ પણ રાસાયણિક દવા સંતોષકાર પરિણામ આપતી નથી. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
11
6