AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વેલાવાળા શાકભાજીમાં તળછારાનો રોગ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
વેલાવાળા શાકભાજીમાં તળછારાનો રોગ
🙏નમસ્કાર ખેડૂતમિત્રો આજે આપને વાત કરીશું વેલાવાળા શાકભાજી પાકમાં આવતો રોગ તળછારા વિશે. સૌ પ્રથમ વાત કરીએ પાકમાં તળછારો નું નિયંત્રણ શા માટે જરૂરી છે. ☘️આ રોગ માં પાન પર પીળા ધાબા પડતા હોવા ને કારણે પ્રકાશસંશ્લેષ ની પ્રક્રિયામાં ઘટાડો થતા છોડનો વિકાસ અટકી જાય છે. વધુ ઉપદ્રવ માં પાન સુકાઈ ને ખરતા જોવા મળે છે. પાન ખરી પડતા હોવાને કારણે છોડ પર લાગેલા ફળો ઉપર સૂર્ય તાપની સીધી અસર થવાને કારણે ફળ ની ગુણવતા ઘટતી હોય છે. છોડની વૃદ્ધિ અટકવાથી ફળ ઓછા બેસે છે અને ફળ કદમાં નાનું રહે છે. ☘️જો તેની ઓળખ વિશે વાત કરીએ તો તળછારો ના રોગ માટે ભીનું અને ભેજવાળું વાતાવરણ વધુ અનુકૂળ આવે છે. જો રોગ શરૂઆતની અવસ્થામાં જોવા મળે તો છોડના બીજ પત્ર ઉપર અથવા શરૂઆતના બે ત્રણ પાન ઉપર અર્ધપારદર્શક ભૂખરા રંગના ટપકાં જોવા મળે છે જે ધીમે ધીમે મોટા થાય સુકાઈ જાય છે. પાછલી અવસ્થામાં પાનની ઉપરની બાજુએ અનિયમિત આકાર ના પીળાશ પડતા ડાઘ પડે છે. અને પાન ની નીચેની બાજુ એ અને પર્ણદંડ ઉપર સફેદ રંગ ની ફૂગનો વિકાસ થાય છે. ☘️રસાયણિક નિયંત્રણ : શરૂઆતની અવસ્થામાં કુપર- ૧ (કોપર ઓક્સીક્લોરાઇડ 50% WG) @ ૪૫ ગ્રામ/ ૧૫ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અને બીજો છંટકાવ ૧૨ થી ૧૫ દિવસ પછી રોઝતામ (એઝોક્સિસ્ટ્રોબિન 11% + ટેબુકોનાઝોલ 18.3% SC) @ ૨૨ મિ.લિ./ ૧૫ લીટર પાણીમાં ભેળવી છંટકાવ કરવાથી સારું નિયંત્રણ મેળવી શકાઈ છે. સંદર્ભ : એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
3
1
અન્ય લેખો