AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વીજળી વગર પણ ચાલે પાવરફુલ AC! દર મહિને કરી શકો 4000 સુધીની બચત !
સમાચારGSTV
વીજળી વગર પણ ચાલે પાવરફુલ AC! દર મહિને કરી શકો 4000 સુધીની બચત !
👉 ગરમી વધવાની સાથે જ બજારમાં ACની ડિમાન્ડ પણ વધવા લાગી છે. એવામાં ઉનાળાની ઋતુમાં AC તો ખરીદી લઇએ છીએ, પરંતુ તેના બિલથી લોકો હૈરાન થઇ જાય છે, કારણ કે વિજળીથી ચાલતા ACનું બિલ ખૂબ જ વધારે આવે છે. સામાન્ય લોકો માટે આ વિજળીનું બિલ ખૂબ જ વધારે હોય છે. જો તમે પણ AC લેવા માંગો છો પરંતુ બિલથી ઘબરાવો છો, તો આ જાણકારી તમારા માટે છે. આજે અમે તમને આવા જ સોલર AC અંગે જણાવવા જઇ રહ્યા છે, જે તમને ગરમીથી રાહત આપવાની સાથે વિજળીના બિલથી પણ મુક્ત કરી દેશે. 👉 હાલ ભારતીય બજારમાં સોલર પાવરથી ચાલતા AC ચાલી રહ્યા છે. તે સૂર્ય કિરણોથી એનર્જી લઇ વિજળી ઉત્પન્ન કરે છે અને પછી બેટરી ચાર્જ કરે છે. જોકે આ સોલર એસી સામાન્ય AC કરતા મોંઘા હોય છે, પરંતુ જો તમે લાંબાગાળાના ઉપયોગ માટે વિચારી રહ્યા છો, તો સોલર AC યોગ્ય રહેશે. SINFIN 1.5 Ton Solar PCU Split Inverter AC 👉 કંપનીનો આ 1.5 ટનનો AC ઓટો એડજસ્ટ અને સ્લીપ મોડ સાથે આવે છે. સારી કૂલિંગ માટે આ એસીમાં કોપર કન્ડિશનિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ એસી એનર્જી એફિશિઅન્ટ અને ઇઝી મેન્ટેનન્સ સાથે આવે છે. Onyx 1.5 Ton Hybrid Split Solar AC 👉 કંપનીનો આ 1.5 ટનનો AC જબરદસ્ત કૂલિંગ સાથે આવે છે. આ AC ઇકો ફ્રેન્ડલી પ્લાસ્ટિક, 100 ટકા કોપ ક્વાઇલ, ડબલ ઓટો સ્વિંગ, ઓટો શટ ફ્લેપ્સ, ઓટો રીસ્ટાર્ટ, ફોર્વર્ડ એર થ્રો અને ઓટોમેટિક ફ્લેપ્સ જેવા ફિચર્સ સાથે આવે છે. તેની સાથે જ તેમાં સ્લીપર ટાઇમ અને ઓટોમેટિક એર ફ્લો એડજસ્ટમેન્ટ પણ આપવામાં આવ્યો છે. Metallic સોલર AC 👉 આ સોલર AC 1.5 ટનની કેપિસિટી સાથે આવે છે, જેમાં 48/220 વોલ્ટેજ છે. આ AC 5 સ્ટારની રેટિંગ સાથે આવે છે, જેની પેનલ પાવર 2000 WATT છે. BLDC ફેન કૂલરવાળા આ ACની શરૂઆતની કિંમત 45,000 રૂપિયા છે. Apna Plastic/Fibre SWAY20 સોલર AC: 👉 2 ટનવાળા આ ACમાં 48/220 વોલ્ટેજ પાવર આપવામાં આવ્યો છે. આ સ્પ્લિટ AC પ્લાસ્ટિક ફાઇબર સાથે આવે છે. તેની શરૂઆતી કિંમત 52,135 રૂપિયા છે. કેવી રીતે વિજળીની બચત થશે 👉 જાણકારી માટે જણાવી દઇએ કે જો તમે 5 સ્ટારવાળો 1.5 ટનનો સ્પ્લિટ AC ચલાવી રહ્યા છો, તો તે અંદાજે 1490 વોટ વિજળી પ્રતિ કલાકના હિસાબથી ખર્ચ કરે છે. જો વાત કરીએ વિજળીના યૂનિટના હિસાબથી તો અંદાજે 1.5 યૂનિટ પ્રતિ કલાકના હિસાબથી વિજળી ખર્ચ થાય છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : GSTV, આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
20
6
અન્ય લેખો