AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વીજળી વગર પણ ઘરમાં રહેશે રોશની !!
ઓટોમોબાઈલ એગ્રોસ્ટાર
વીજળી વગર પણ ઘરમાં રહેશે રોશની !!
💡ભારતમાં કેટલાંક એવા વિસ્તાર છે જ્યાં તમને ૨૪ કલાક વીજળી નથી મળતી. ઘણાં લોકો પાસે અત્યારે પણ ઇનવર્ટર કે કોઈ સાધન નથી. આવામાં પાવર કટ થયાં પછી તેમની પાસે ઇમરજન્સી લાઇટ્સ અથવા બીજા ઉપાયો પર નિર્ભર રહેવું પડે છે. 👉જો તમે ક્યારેય ઈમરજન્સી લાઇટ્સનો ઉપયોગ કર્યો હશે, તો તેના સાથે જોડાયેલી સમસ્યાને પણ સમજતા હશો. જોકે, માર્કેટમાં તેનું સમાધાન પણ ઉપલબ્ધ છે. બજારમાં રિચાર્જેબલ બલ્બ વેચાઈ રહ્યા છે, જે પાવર કટ બાદ પણ ચાલું રહેશે. 👉વીજળી વિના કેવી રીતે કામ કરશે? આ બલ્બની અંદર બેટરી લાગેલી હશે અને તેના કારણે કોઈ બીજા પાવર સોર્સની જરૂર નહીં પડે. આ વીજળી હોય કે ના હોય બંને સ્થિતીમાં કામ કરે છે. ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર તમને આ પ્રકારના ઘણાં વિકલ્પ મળશે. ચાલો જાણીએ આવા જ અમુક વિકલ્પની કિંમત અને તે બલ્બના ફીચર્સ વિશે. 👉કેટલી છે કિંમત? તમને એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવા પ્લેટફોર્મ પર આવા બલ્બના ઘણા વિકલ્પો મળશે. તેમની કિંમત બેટરી અને બલ્બની ક્ષમતા પર આધારિત છે. તમે ૪૫૯ રૂપિયામાં Philips 8W બલ્બ ખરીદી શકો છો. 👉તેમાં ૨૦૦૦mAh બેટરી છે, જે સિંગલ ચાર્જ પર ૪ કલાક સુધી બેટરી બેકઅપ આપી શકે છે. આમાં તમને ઓવર ચાર્જિંગ પ્રોટેક્શન પણ મળે છે. એક બલ્બ માટે તમારે ૪૫૯ રૂપિયા ખર્ચવા પડશે. તે જ સમયે બે બલ્બનું પેકેજ તમને ૮૬૮ રૂપિયામાં મળશે. 👉આ સેગમેન્ટમાં તમને બીજા ઘણાં વિકલ્પો પણ મળશે. તમે Halonix Prime બલ્બ પણ ખરીદી શકો છો. તેના 9W ક્ષમતાના રિચાર્જ બલ્બની કિંમત ૪૧૯ રૂપિયા છે. આ બલ્બને ચાર્જ કરવામાં ૮ થી ૧૦ કલાકનો સમય લાગે છે. તેમાં ૪ કલાકનો બેટરી બેકઅપ મળશે. સંદર્ભ : એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
9
2