કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
વીજળીથી ખેતી કરી આ ગામ કરે છે લાખોની કમાણી !!
☀ સૂર્યમાંથી વીજળી ઉત્પન્ન કરીને પડતી તકલીફને દૂર કરવામાં આવી છે.રાજકોટના ઉમરાડી ગામમાં સોલાર પ્લાન્ટ નાંખવામાં આવ્યો છે.જેનાથી ગામના ખેડૂતો જ નહિં પણ ગામની આમ જનતાના ઘરમાં હવે ક્યારે અંધારુ નહિં થાય. બાર વિઘા જમીનમાં વિશાળ સોલાર પ્લાન્ટ ઉભો કરાયો છે.
360 કરતા વધુ સોલર પેનલ લગાવવામાં આવી
☀ જો કે આ પ્રોજેક્ટ પાછળ ઘણી મહેનત હતી પણ ઉદ્દેશ સ્પષ્ટ હતો કે હવે તકલીફોમાંથી બહાર આવવુ છે.વર્ષો પહેલા પ્લાન્ટના સ્થાપના કરવામાં આવી હતી.લગભગ દસેક કરોડ રૂપિયાનો ખર્ચ આ પ્લાન્ટ પાછળ કરવામાં આવ્યો અને ત્યારબાદ તે તૈયાર થયો.આ પ્લાન્ટમાં 360 કરતા વધુ સોલર પેનલ લગાવવામાં આવેલી છે.જેમાં બે અલગ અલગ ટ્રાન્સફોર્મર લગાવવામાં આવ્યા છે જેનાથી ઉત્પન્ન થતી વીજળી સબસ્ટેશનમાં પહોંચાડવામાં આવે છે.
☀ તમને જણાવી દઈએ કે,આ પ્રોજક્ટના ફાયદા તો ઘણા છે,પરંતુ હજુ સોલારનો વિસ્તાર વધારવાની અને લોકોમાં જાગૃતિ લાવવાની જરૂર છે.એટલુ જ નહિં ખેડૂતોને જે કોલસાની ખામીને કારણે જે સમસ્યા સર્જાય છે તેમાંથી બહાર આવી શકાય છે અને સરકાર પણ આ ક્ષેત્રમાં સોલર પર ફરી સબસીડી શરૂ કરે તો રોકાણકારોને તો ફાયદો થશે જ સાથે સાથે સરકારને પણ ફાયદો થશે.
સંદર્ભ : એગ્રોસ્ટાર.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.