AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વિશેષ સુવિધા સાથે સબસીડીનો લાભ સાથે હવે LPG નું નવું કનેક્શન !
સમાચારGSTV
વિશેષ સુવિધા સાથે સબસીડીનો લાભ સાથે હવે LPG નું નવું કનેક્શન !
એડ્રેસ પ્રુફ વિના મળશે ગેસ કનેક્શન જો તમે કોઇ અન્ય કારણોસર તમે LPG કનેક્શન લેવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છો તો તમારી ચિંતા હવે દૂર થઇ જશે. હકીકતમાં જો તમારા પરિવારમાં કોઇની પણ પાસે LPG કનેક્શન છે તો તમને પણ ગેસ કનેક્શન સરળતાથી મળી જશે. તેના માટે તમારે કોઇપણ પ્રકારના એડ્રેસ પ્રુફની જરૂર નહીં પડે. ઓયલ માર્કેટિંગ કંપનીઓએ ગ્રાહકો માટે આ સુવિધા આપી છે. તેનો ફાયદો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત પણ લઇ શકાય છે. પરિવારના જૂના કનેક્શન પર મળશે નવુ LPG કનેક્શન આ સુવિધા અંતર્ગત જો પરિવારમાં માતા-પિતા, ભાઇ-બહેન અથવા કોઇપણ અન્ય સંબંધીઓના નામ પર પહેલાથી જ કોઇ ગેસ કનેક્શન લીધેલુ છે તો પરિવારના અન્ય સભ્ય આ જ સરનામા પર કનેક્શન મેળવી શકે છે. બસ આ સરનામાને વેરિફાય કરાવવાનું છે. પરિવારમાં જે ઓયલ માર્કેટિંગ કંપનીનું ગેસ સિલિન્ડર આવે છે, તેની ગેસ એજન્સીમાં જઇને મૂળ કનેક્શનને લગતા ડોક્યુમેન્ટ્સ જમા કરાવવાના છે. વેરિફિકેશન બાદ નવુ ગેસ કનેક્શન મળી જશે. નવા કનેક્શન પર પણ મળશે LPG સબસિડી સૌથી સારી વાત તો એ છે કે તેમાં મૂળ ગેસ કનેક્શન પર જે સબસિડી મળે છે, તે જ આધારે લેવામાં આવેલા બીજા કનેક્શન પર પણ સબસિડીનો ફાયદો મળશે. ઉજ્જવલા યોજના અંતર્ગત એવા ગેસ કનેક્શન બુક કરી શકાય છે. તમારે ફક્ત તમારુ આધાર કાર્ડ અને જૂના ગેસ કનેક્શનને લગતા ડોક્યુમેન્ટ્સની કોપીને ગેસ એજન્સીમાં જઇને જમા કરાવવાની છે અને નવુ ગેસ કનેક્શન અપ્લાય કરવાનું છે. તમને જણાવી દઇએ કે એક જ સરનામા પર અનેક ગેસ કનેક્શન લઇ શકાય છે. તમામ ગેસ કનેક્શન આધાર સાથે લિંક્ડ હોય છે, તેથી કોઇપણ પ્રકારના ગોટાળા થવાની શક્યતા નથી. સરકાર એક જ સરનામા પર અનેક ગેસ કનેક્શનની સુવિધા સતત વિસ્તારી રહી છે. LPG ગેસ કનેક્શનની ઓનલાઇ અરજી અથવા તેને ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા ઘણી સરળ થઇ ગઇ છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ક્લિક કરો ulink://android.agrostar.in/publicProfile?userId=558020 સંદર્ભ : GSTV. 👉આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.
23
6
અન્ય લેખો