AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વિણેલ કપાસ ક્યાં સંગ્રહ કરશો?
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
વિણેલ કપાસ ક્યાં સંગ્રહ કરશો?
👉ગુલાબી ઇયળના પ્રકોપને ધ્યાને લેતા ખેડૂતોએ વિણેલ કપાસ જો સારા ભાવ મળતા હોય તો સંગ્રહ કરવાને બદલે વેચાણ કરવાની સલાહ આપવામાં આવે છે. 👉જો વિણેલ કપાસનો સંગ્રહ ખેતરમાં બનાવેલ ઓરડીમાં કરતા હો તો તેમા રહેલ ગુલાબી ઇયળનું જીવનચક્ર પુરુ થતા તેમાંથી નીકળતી ફૂંદીઓ ફરી પાછી ખેતરમાં જશે અને જીવનક્રમ આગળ વધારશે. 👉કપાસનો સંગ્રહ ઘરે લાવી બંધ ઓરડા કે કોઠારમાં કરવો હિતાવહ છે. 👉જે કોઠારમાં આપે કપાસનો સંગ્રહ કર્યો છે તેમાં એકાદ ફેરોમોન ટ્રેપ અવશ્ય મુંકવું. 👉કૃષિ જ્ઞાન ને ફોલો કરવા ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
આ ઉપયોગી માહિતીને 👍 લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.
8
3
અન્ય લેખો