AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાKhedut Samachar
વિડીયો બનાવો 11000 નું ઇનામ જીતવાની તક, જાણો કોને આપો ઓફર !
📢 કેન્દ્ર સરકાર અને કૃષિ અને કિસાન કલ્યાણ મંત્રાલયને સંયુક્ત ઉપક્રમે ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે "કિસાન ભાગીદારી પ્રાથમિકતા હમારી" સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લઈને ખેડૂતો ઈનામ જીતી શકે છે. આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ યોજાઈ રહેલા આ કાર્યક્રમમાં પ્રથમ ઈનામ રૂપિયા 11 હજાર, બીજું ઈનામ રૂપિયા 5 હજાર અને ત્રીજું ઈનામ રૂપિયા 3 હજાર છે. શરતો ➡ ખેડૂતોની સફળતાની વાર્તાઓ અને આવક વૃદ્ધિ વિશેના વીડિયો ➡ નવીન પદ્ધતિઓના પરિણામે ઉચ્ચ ઉત્પાદકતા આધારિત વીડિયો ➡ કૃષિ મંત્રાલયની વિવિધ યોજનાઓમાંથી મળેલા લાભોની માહિતી આપતો વીડિયો ➡ વીડિયો મહત્તમ ત્રણ મીનિટનો હોવો જોઈએ. અંતિમ તારીખ ➡ શરૂઆત 15 જૂનથી શરૂ થઈ છે, વીડિયો મોકલવાની અંતિમ તારીખ 8 જુલાઈ, 2022 છે. ➡ વિડીયોની સબમિટ કરવા માટે અહીંયા ક્લિક કરો https://innovateindia.mygov.in/inviting-videos/ નોંધ : આ યોજના/સ્કીમ એગ્રોસ્ટાર દ્વારા ચલાવવા આવતી નથી જેની સર્વે ખેડૂત મિત્રો એ નોંધ લેવી. સંદર્ભ : Khedut Samachar. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો
14
2
અન્ય લેખો