AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વિજળી બિલમાં રાહત: આખા દેશમાં નવો નિયમ લાગુ, હવે 300 યુનિટ મફત!
સમાચારએગ્રોસ્ટાર
વિજળી બિલમાં રાહત: આખા દેશમાં નવો નિયમ લાગુ, હવે 300 યુનિટ મફત!
👉સરકારે વિજ ઉપભોક્તાઓ માટે ઘણા નવા નિયમો લાગુ કર્યા છે, જેમાં સ્માર્ટ મીટર, વીજ બિલ માફી યોજના અને સૂર્ય ઘર યોજનાની અંદર સોલાર એનર્જીનો સમાવેશ થાય છે. આ ઉપાયોોથી ઉપભોક્તાઓને બિલોમાં રાહત મળશે અને વિજ સેવાઓમાં વધુ પારદર્શિતા આવશે. 👉સ્માર્ટ મીટરની સુવિધા હવે જૂના વિજ મીટરોને હટાવીને સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે, જે ઓટોમેટિક સિસ્ટમ પર કામ કરે છે. ઉપભોક્તા જેટલી વિજળી વાપરશે, એટલું જ બિલ ભરવું પડશે. આથી વિજળીનો દુરુપયોગ અટકશે અને ઉપભોક્તાઓને તેમના ખર્ચ પર નિયંત્રણ રાખવામાં સહાય મળશે. સ્માર્ટ મીટર ઉપભોક્તાઓને શક્ય ઘોટાળો અને બિલની ભૂલોથી પણ સુરક્ષિત રાખે છે, જેથી તેમને વધુ રાહત મળે છે. 👉વીજ બિલ માફી યોજના સરકારે અનેક વિસ્તારોમાં વીજ બિલ માફી યોજના અમલમાં મૂકી છે. આ યોજના હેઠળ, જેઓનું બાકી વિજ બીલ છે, તે સરકારી સહાય દ્વારા ચુકવવામાં આવશે. આ યોજના તે લોકો માટે રાહતરૂપ છે, જે બાકી બિલ ચૂકવવામાં અસમર્થ છે. સાથે જ, સરકાર ૨૦૦ યૂનિટ સુધી વિજળી મફત આપી રહી છે, જેનાથી લાખો ગ્રાહકોને સીધો ફાયદો મળશે. 👉સૌર ઊર્જાથી બચત સૂર્ય ઘર યોજનામાં સોલાર પેનલ લગાવવાથી ગ્રાહકોને ૩૦૦ યુનિટ મફત વિજળી મળશે. તેમજ, સોલાર ઊર્જાનો ઉપયોગ વધારવા માટે સરકાર તરફથી સબસિડી પણ આપવામાં આવી રહી છે. આથી વિજ બીલમાં બચત થશે અને પર્યાવરણનું રક્ષણ પણ થશે. 👉સંદર્ભ :- AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
10
0
અન્ય લેખો