હવામાન ની જાણકારીએગ્રોસ્ટાર
વિજળી ને આધારે વરસાદ વર્તારો
⛈️બિપોરજોય વાવાઝોડાને લીધે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ ખાબક્યો હતો. અમુક વિસ્તારોમાં તો જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી, પરંતુ હજુ ચોમાસાના વરસાદની રાહ જોવાઇ રહી છે. આ સાથે જ લોકોના મનમાં સવાલ થઇ રહ્યા છે કે,ચોમાસાનું વરસાદ ક્યારે થશે અને વરસાદ કેવું રહેશે? જોકે, વરસાદને લઇને વિવિધ રીતે વર્તારો કરવામાં આવે છે.
⛈️ચોમાસાના વરસાદના વર્તારા માટે હોળીની જાર, અખાત્રીનો પવન જોવામાં આવે છે. સાથે જ અષાઢ મહિનામાં વિજળી જોવાનું પણ મહત્વ છે. અષાઢ મહિનામાં વિજળી જોઈને પણ વર્તારો કાઢવામાં આવે છે. અષાઢ મહિનામાં વીજળી વરસાદનો માર્ગ બતાવે છે.ચોમાસું બંગાળના ઉપસાગરમાં ચડીને આવતુ હોય છે. ડુંગરાનો ખાચો પડે છે તે ઈશાન તરફનો પડે છે. એટલે ઈશાનની વીજળી થાય તો ત્રણ દિવસ અથવા સાડા ત્રણ ઘડીમાં ચોમાસું આવે છે.
⛈️અષાઢી પાંચની વીજળીનું ખાસ મહત્વ છે. પાંચમે વિજળી થાય તો મેઘ ધડુક્યો કહેવાય છે. સંમી સાજે વીજળી થાય તો ચોમાસું સારુ રહે અને વીજળી મોડી થાય તો ચોમાસું થોડું નબળું રહે છે. પાચની વીજળી ન થાય તો છઠ્ઠની પણ જોવા અને નોમ સુધી વિજળી જોવામાં આવે છે.
⛈️અષાઢી પાંચના દિવસે સમી સાંજે વીજળી થવી જોઈએ. આ વીજળી સર્પ આકારની સફેદ વીજળી હોય તો સારી ગણાય છે. ઈશાન તરફની વીજળી ઉત્તમ ગણાય છે. પાંચમની વિજળીનું વિશેષ મહત્વ છે. પાંચમની વીજળી ન થાય તો છઠ્ઠ અને નોમ સુધી વીજળી જોવાય છે. જોકે, અષાઢ સુદ પાંચમ વીજળી થવાની શક્યતા છે. વીજળી થાય તો વરસાદનો ગર્ભ સારો થાય છે.ગુજરાતમાં ચોમાસાના આગમનની રાહ જોવાઇ રહી છે.બંગાળના ઉપસાગરમાં ઉભું થતું વરસાદી વહનના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થશે.27થી 30 જૂનમાં રાજ્યના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે.
👉સંદર્ભ : Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!