AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વિકાસ પામતી મગફળી ની શીંગોને ઇયળો થી રાખો સુરક્ષિત !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
વિકાસ પામતી મગફળી ની શીંગોને ઇયળો થી રાખો સુરક્ષિત !
👉 અત્યારે મગફળીમાં શીંગો જમીનમાં રહી વિકાસના તબક્કામાં હશે. 👉 કેટલીક વાર લશ્કરી ઇયળ જમીનમાં ઉતરી આવી શીંગોને કોરી ખાઇ નુકસાન પહોંચાડતી હોય છે. 👉 જમીનમાં રહી નુકસાન કરતી ઇયળો માટે છંટકાવ કરવાનો રહેતો નથી પણ ક્લોરપાયરીફોસ 20 ઇસી દવા એકરે 2 લી. પ્રમાણે અપાતા પિયત સાથે જમીનમાં આપવાથી તેમનું નિયંત્રણ થતું હોય છે. 👉 આ માવજત સાંજના સમયે કરવી. 👉 પિયત શક્ય ન હોય તો તેટલી જ દવા રેતી સાથે ભેળવી જમીન ઉપર ભભેરવી અથવા ફ્લુબેન્ડીએમાઇડ 20 ડબલ્યુજી દવા 5 ગ્રામ પ્રતિ 10 લી. પાણીમાં ઓગાળી છોડની આજુબાજુ હરોળમાં જમીનમાં દરેડવી. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ :એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
5
3
અન્ય લેખો