AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વાહ! Amul આપી રહ્યું છે બિઝનેસ કરવાની તક, પહેલા જ દિવસથી થશે કમાણી !
કૃષિ વાર્તાGSTV
વાહ! Amul આપી રહ્યું છે બિઝનેસ કરવાની તક, પહેલા જ દિવસથી થશે કમાણી !
👉 આજે આપણે એક એવા બિઝનેસ વિશે જાણીશું જેની શરૂઆતથી તમે પહેલા જ દિવસથી કમાણી કરી શકો છો. ડેરી પ્રોડક્ટ કંપની Amul સાથે બિઝનેસ કરવાની મોટી તક છે. Amul ફ્રેન્ચાઇઝી પણ આપી રહી છે. નાના રોકાણમાં દર મહિને નિયમિત કમાણી કરી શકાય છે. અમૂલની ફ્રેન્ચાઇઝી લેવી એ ફાયદાકારક સોદો છે. જેમાં નુકસાનની કોઇ શક્યતા નથી. 2 લાખથી શરૂ થઈ શકે છે અમૂલનો આ બિઝનેસ 👉 Amul રોયલ્ટી કે પ્રોફિટ શેરિંગ વિના ફ્રેન્ચાઇઝી આપી રહી છે. એટલું જ નહીં, અમૂલની ફ્રેન્ચાઇઝી લેવાનો ખર્ચ પણ વધુ નથી. તમે 2 થી 6 લાખ રૂપિયા ખર્ચ કરીને તમારા બિઝનેસની શરૂઆત કરી શકો છો. બિઝનેસની શરૂઆતમાં, નોંધપાત્ર નફો મેળવી શકાય છે. ફ્રેન્ચાઇઝી દ્વારા દર મહિને આશરે 5 થી 10 લાખ રૂપિયાનું વેચાણ કરી શકાય છે. જો કે, તે સ્થળ પર પણ આધાર રાખે છે. ફ્રેન્ચાઇઝી કેવી રીતે લેવી 👉 Amul બે પ્રકારની ફ્રેન્ચાઇઝી આપી રહી છે. પ્રથમ Amul આઉટલેટ, Amul રેલ્વે પાર્લર અથવા Amul કિઓસ્કની ફ્રેન્ચાઇઝી અને બીજું Amul આઇસક્રીમ સ્કૂપીંગ પાર્લર. જો તમારે પહેલામાં રોકાણ કરવું હોય તો તમારે 2 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. તે જ સમયે, જો તમે બીજી ફ્રેન્ચાઇઝી લેવાનું વિચારી રહ્યાં છો, તો 5 લાખનું રોકાણ કરવું પડશે. આમાં 25 થી 50 હજાર રૂપિયા નોન રિફંડેબલ બ્રાન્ડ સિક્યુરિટી તરીકે આપવાના રહેશે. કેટલું કમિશન મળશે 👉 Amul આઉટલેટ લેવા પર, કંપની Amul પ્રોડક્ટ્સની મિનિમમ સેલિંગ પ્રાઇસ એટલે કે એમઆરપી પર કમિશન ચૂકવે છે. તે દૂધના પાઉચ પર 2.5 ટકા, દૂધના ઉત્પાદનો પર 10 ટકા અને આઇસક્રીમ પર 20 ટકા કમિશન ચૂકવે છે. Amul આઇસક્રીમ સ્કૂપીંગ પાર્લરની ફ્રેન્ચાઇઝી લેવા પર રેસીપી બેસ્ડ આઇસક્રીમ, શેક, પીત્ઝા, સેન્ડવિચ, હોટ ચોકલેટ ડ્રિંક પર 50% કમિશન મળે છે. આ ઉપરાંત કંપની પ્રી-પેક્ડ આઈસ્ક્રીમ પર 20 ટકા અને Amul પ્રોડક્ટ્સ પર 10 ટકા કમિશન આપે છે. આટલી જગ્યાની જરૂર પડશે 👉 જો તમે કોઈ Amul આઉટલેટ લો છો તો તમારી પાસે 150 ચોરસ ફૂટ જગ્યા હોવી જોઈએ. તે જ સમયે, Amul આઇસક્રીમ પાર્લરની ફ્રેન્ચાઇઝી માટે ઓછામાં ઓછી 300 ચોરસ ફૂટ જગ્યા હોવી જોઈએ. કેવી રીતે અરજી કરવી 👉 જો તમારે ફ્રેન્ચાઇઝી માટે અરજી કરવી હોય તો તમારે retail@amul.coop પર મેઇલ કરવો પડશે. આ ઉપરાંત, આ લિંક http://amul.com/m/amul-scooping-parlours પરથી પણ માહિતી લઈ શકાય છે. 👉 સંદર્ભ : GSTV. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
40
11