યોજના અને સબસીડીGSTV
વાહ ! હવે ઘરનું પણ ઇન્સ્યોરન્સ કરાવશે સરકાર !
👉 કરોડો નાગરિકો માટે પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અને પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ જીવન વીમો આપવાની સુવિધા આપવાની સાથે હવે કેન્દ્ર સરકાર તમારા ઘર માટે પણ એક ખાસ યોજનાની જાહેરાત કરવા જઈ રહી છે. મળતી જાણકારી મુજબ કેન્દ્ર સરકાર હોમ ઇન્સ્યોરન્સ સ્કીમની જાહેરાત કરી શકે છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર તરફથી તમારા ઘરને પૂર, ભૂકંપ અને વાવાઝોડા જેવી કુદરતી આફતોમાં થયેલ નુક્શાનની ભરપાઈ માટે 3 લાખ રૂપિયાનું વીમા કવચ આપવામાં આવશે. 👉 3 લાખ રૂપિયાનું આ ઇન્સ્યોરન્સ કવર ઘરના સમાનને થયેલ નુકશાન માટે હશે. આ ઉપરાંત, પરિવારના 2 સભ્યોને 3 લાખ રૂપિયા મળશે. આ રકમ પર્સનલ એક્સીડંટ કવર પોલિસી લેનાર સભ્યોને મળશે. પહેલા બે ઇન્સ્યોરન્સ સ્કીમ લોન્ચ કરી ચુકી છે મોદી સરકાર 👉 જણાવી દઈએ કે સરકાર 2015માં જ પ્રધાન મંત્રી જીવન જ્યોતિ યોજના લોન્ચ કરી ચુકી છે. આ યોજના હેઠળ 55 વર્ષ સુધીની ઉંમર સુધી કોઈપણ કારણે મૃત્યુ થાય તો પરિવારના નોમિનીને 2 લાખ રૂપિયાનું જીવન વીમા સરકાર દ્વારા આપવામાં આવશે. આ યોજના હેઠળ પોલિસી લેવા માટે નાગરિકની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધુમાં વધુ ઉંમર 50 વર્ષ હોવી જોઈએ. આ ઉપરાંત સરકારે પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજના પણ લોન્ચ કરી છે જે એક અકસ્માત વીમા યોજના છે. 18થી 70 વર્ષ સુધી કોઈપણ વ્યક્તિ આ યોજના હેઠળ પોતાનો વીમો કરાવી શકે છે. તે માટે વ્યક્તિ પાસે એક સેવિંગ બેન્ક એકાઉન્ટ હોવું જરૂરી છે અને પોલિસી પ્રીમિયમના કપાત માટે એક ઓટો ડેબિટ નિર્દેશ આધારિત કરવાનું રહેશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : GSTV. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
14
1
અન્ય લેખો