AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વાહ ભાઈ ! સરકાર નું આ નાનકડુ કામ કરો અને મેળવો અધધ 5 કરોડનું ઇનામ !
કૃષિ વાર્તાGSTV
વાહ ભાઈ ! સરકાર નું આ નાનકડુ કામ કરો અને મેળવો અધધ 5 કરોડનું ઇનામ !
ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે એક નવી ઑનલાઇન સુવિધા શરૂ કરી છે જેના માધ્યમથી કોઇપણ કોઇ વ્યક્તિ અથવા કંપનીની વિદેશોમાં ગેરકાયદેસર સંપત્તિ, બેનામી સંપત્તિ અથવા ટેક્સ ચોરી વિશે સરકારને જાણકારી આપી શકે છે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ એ કહ્યું કે તેના ઇ-ફાઇલિંગ પોર્ટલ https://www.incometaxindiaefiling.gov.in પર સોમવારે ટેક્સ ચોરી અથવા બેનામી સંપત્તિ હોલ્ડિંગની જાણકારી આપવા સંબંધી લિંકને ચાલુ કરી દેવામાં આવી છે. પેન કે આધાર વિના પણ કરી શકો છો ફરિયાદ આ સુવિધા અંતર્ગત પેન અથવા આધાર નંબર ધરાવનાર અથવા જેની પાસે પેન અથવા આધાર નથી તે પણ ફરિયાદ દાખલ કરી શકે છે.આ ઑનલાઇન સુવિધામાં ઓટીપી (OTP) આધારિત વેલિડેશન અંતર્ગત કોઇપણ આવકવેરા કાયદા 1961ના ઉલ્લંઘન, અઘોષિત સંપત્તિ કાયદા અને બેનામી લેણદેણ બચાવ કાયદા અંતર્ગત ત્રણ અલગ અલગ ફોર્મમાં ફરિયાદ રજીસ્ટર કરી શકાય છે. જીતો 5 કરોડનું ઇનામ ફરિયાદ દાખલ થયા બાદ વિભાગ પ્રત્યેક ફરિયાદ માટે એક વિશિષ્ટ નંબર આપશે અને તેનાથી ફરિયાદ કરનારની વેબલિંક પર તેના દ્વારા કરવામાં આવેલી ફરિયાદ પર થતી કાર્યવાહીનું સ્ટેટસ જોઇ શકશે. આ નવી સુવિધામાં કોઇપણ વ્યક્તિ માહિતી આપનાર અથવા બાતમી આપનાર બની શકે છે અને તે ઇનામને પણ હકદાર હશે. વર્તમાનમાં લાગુ યોજના અનુસાર બેનામી સંપત્તિના મામલે 1 કરોડ રૂપિયા અને વિદેશોમાં કાળુધન રાખવા સહિત અન્ય કર ચોરીના મામલે કેટલીક શરતો સાથે 5 કરોડ સુધીનુ ઇનામ આપવાની જોગવાઇ છે. સંદર્ભ : GSTV. આપેલ માહિતી ને લાઈક કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરી ને આ માહિતીથી અવગત કરો.
57
16
અન્ય લેખો