યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
વાહન ખરીદવા માટે સરકાર આપશે સહાય!
🚚ગુજરાત સરકાર દ્વારા લોકોને મદદ કરવા માટે ઘણી યોજના દ્વારા સુવિધાઑ પૂરી પાડે છે. જેમાં વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ, લોકોને આર્થિક સહાય કે સાધન સહાય, ખેડૂતો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. ત્યારે તેમાં એક યોજના કિસાન પરિવહન યોજના ચલાવવામાં આવે છે. આ યોજના અંતર્ગત ખેડૂતોને પોતાના પાકને બજારમાં વેચવા માટે વાહનની જરૂરિયાત પડતી હોય છે. જેથી તેઓ ભાડે વાહન રાખે છે અને ઘણો ખર્ચ કરે છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા આ યોજના થકી ખેડૂતો પોતાનું વાહન ખરીદી શકે અને તેમાં આર્થિક મદદ મળી રહે તે હેતુથી આ યોજના ચલાવવા આવે છે. આવો જોઈએ કઈ રીતે આ યોજનાનો લાભ લેવો અને તેમની છેલ્લી તારીખ કઈ છે.
🚚નાના, સીમાંત, મહિલા, SC / ST ખેડૂતોને કુલ ખર્ચના 35% અથવા 75000 રૂપિયા બે માથી જે ઓછું હોય તે લાભ મળશે.
🚚સામાન્ય, અન્ય ખેડૂતોને કુલ ખર્ચના 25% અથવા 50000 રૂપિયા બે માથી જે ઓછું હોય તે લાભ મળશે.
🚚વાહન ખરીદવા માટે યોજનાના નિયમો અને શરતો
આ માલવાહનની ખરીદી કરવા માટે ખેડૂત 5 વર્ષમાં ફક્ત 1 વખત જ અરજી કરી શકે છે.
અરજદારે સરકાર દ્વારા નિયત થયેલ એમ્પેનલ વિક્રેતા પાસેથી વાહનની ખરીદી કરવાની રહેશે.
સંયુક્ત ખાતેદાર હોય તેવા અરજદારો માથી કોઈપણ એક ખાતેદારને આ યોજના હેઠળ સહાય મળશે.
અરજદાર ખેડૂતે સબસિડી યોજનાની જાહેરાત થયેથી ઓનલાઈન Ikhedut પોર્ટલ પર અરજી કરવાની રહેશે.
🚚આ યોજના માટે જરૂરી આધારપુરાવાઓ
આધારકાર્ડની નકલ
જમીન હોવાના પુરાવા તરીકે 7/12 તથા 8અ ની નકલ
જે ખેડૂત પાસે વન અધિકાર પ્રમાણપત્ર હોય તો તેની નકલ
સરનામાનો પુરાવો (ચૂંટણીકાર્ડ, રેશનકાર્ડ, વગેરે)
અનુસુચિત જાતિ કે અનુસુચિત જનજાતિના ખેડૂતો હોય તો તેના માટે જાતિનો દાખલાની નકલ
સંયુક્ત ખાતેદારણા કિસ્સામાં અન્ય ખાતેદારનું સંમતિપત્ર
અરજદારનું ડ્રાઇવિંગ લાઇસન્સ
અરજદાર કોઈ મંડળીનો સભ્ય હોય તો તેની વિગતો
દિવ્યાંગ આર્જદરના કિસ્સામાં દિવ્યાંગતાનું પ્રમાણપત્ર
🚚આ યોજના ની અરજી કરવાની છેલ્લી તારીખ 15-ફેબ્રુઆરી -2024 છે.
🚚આ યોજના ની વધુ માહિતી માટે અને અરજી કરવા માટે https://ikhedut.gujarat.gov.ઈન વેબસાઈટ ની મુલાકાત લો.
👉સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આ