AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વાહ....એલપીજી ના ભાવમાં થયો ઘટાડો !!
સમાચારએગ્રોસ્ટાર
વાહ....એલપીજી ના ભાવમાં થયો ઘટાડો !!
📢આજ થી ૧૯ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડર સસ્તું થતાં દેશમાં એલપીજી વપરાશકારોને રાહત મળી છે. જાણો તમારા શહેરમાં LPGની નવી કિંમત શું છે. 👉એલપીજી સિલિન્ડરનો ઉપયોગ કરતા ગ્રાહકોને રાહત મળી છે કારણ કે આજે કોમર્શિયલ એલપીજી સિલિન્ડર (૧૯ કિલો)ના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) એ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કર્યો છે. આ પછી દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત ૩૬ રૂપિયા સસ્તી થઈ ગઈ છે. 👉કોને થશે ફાયદો :- ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન એટલે કે આઈઓસીની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 36 રૂપિયા સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. રેસ્ટોરન્ટ, હોટલ, ઢાબા અને અન્ય કોમર્શિયલ યુઝર્સને 19 કિલોના સિલિન્ડર દીઠ રૂ. 36 સસ્તા થવાનો મુખ્ય ફાયદો મળશે. 👉ઘરેલું એલપીજી સિલિન્ડરની કિંમત :- સબસિડી વગરના ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવ આજે ન તો મોંઘા થયા છે અને ન તો સસ્તા થયા છે. ૧૪.૨ કિલોનું ઘરેલું એલપીજી સિલિન્ડર ૬ જુલાઈના દરે ઉપલબ્ધ છે અને તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.જો આપણે ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતો પર નજર કરીએ તો તે ૧૦૦૦ રૂપિયાથી વધુ રહી ગઈ છે. તે દિલ્હીમાં ૧૦૫૩ રૂપિયા, મુંબઈમાં ૧૦૫૩ રૂપિયા, કોલકાતામાં ૧૦૭૯ રૂપિયા અને ચેન્નાઈમાં ૧૦૬૮.૫૦ રૂપિયામાં મળી રહ્યો છે અને તેની કિંમતોમાં કોઈ રાહત નથી. https://www.petroldieselprice.com/lpg-gas-cylinder-price-in-Ahmedabad 👉આજના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ :- દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ૩૬ રૂપિયાના ઘટાડા બાદ તે ૧૯૭૬.૫૦ રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગયો છે. અગાઉ તેની કિંમત ૨૦૧૨.૫૩ રૂપિયા પ્રતિ સિલિન્ડર હતી. જ્યારે કોલકાતામાં LPG સિલિન્ડરની કિંમતમાં 36.50 રૂપિયાના ઘટાડા બાદ તે ૨૦૯૫.૫૦ રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગયો છે. પહેલા તેની કિંમત ૨૧૩૨ રૂપિયા પ્રતિ સિલિન્ડર હતી. મુંબઈમાં એલપીજી સિલિન્ડરની કિંમતમાં 36 રૂપિયાના ઘટાડા બાદ તે ૧૯૩૬.૫૦ રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગયો છે જે પહેલા ૧૯૭૨.૫૦ રૂપિયા પ્રતિ સિલિન્ડર હતો.ચેન્નાઈમાં એલપીજી સિલિન્ડરમાં ૩૬.૫૦ રૂપિયાના ઘટાડા બાદ તે ૨૧૪૧ રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગયો છે. પહેલા તેની કિંમત ૨૧૭૭.૫૦ રૂપિયા પ્રતિ સિલિન્ડર હતી. સંદર્ભ : એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
16
2
અન્ય લેખો